Video: બૂમરાહની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે અચાનક પત્રકારની પત્નીનો આવી ગયો ફોન, પછી કંઈક એવું કહ્યું કે બધા હસવા લાગ્યા
Jasprit Bumrahs Hilarious Reaction During Press Conference: લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો, જેમાં ઇંગ્લેન્ડની ટીમ પોતાની પહેલી ઇનિંગમાં 387 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, જ્યારે ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 145 રન બનાવ્યા હતા. બીજા દિવસે જસપ્રીત બૂમરાહે ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગને સમેટવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જેમાં તેણે કુલ 5 વિકેટ લીધી હતી. તો, બૂમરાહે પોતાના કરિયરમાં પહેલી વખત ઐતિહાસિક લોર્ડ્સના ગ્રાઉન્ડ પર 5 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. દિવસની રમત સમાપ્ત થયા બાદ બૂમરાહ પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચ્યો હતો, ત્યાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટ મેચના બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ, ભારતીય ટીમ વતી જસપ્રીત બૂમરાહે પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યો હતો. આ દરમિયાન જ્યારે તે પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા, તે જ સમયે એક પત્રકારનો ફોન વાગ્યો, જેના પર તરત જ બૂમરાહનું ધ્યાન ગયું. બૂમરાહે ફોન તરફ જોયું અને કહ્યું કે કોઈની પત્નીનો ફોન આવી રહ્યો છે, તો હું નથી ઉપાડવાનો કહેતા ફોન આગળ તરફ સરકાવી દીધો. જોકે પાછળથી તેણે હસતા કહ્યું કે હું તેને ઉપાડી રહ્યો નથી. પછી બૂમરાહે પ્રેસ કોન્ફરન્સમાં પૂછાયેલા સવાલોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી તેણે કહ્યું કે હું સવાલ જ ભૂલી ગયો, તમે શું પૂછ્યું હતું?
“Somebody’s wife is calling!”Jasprit Bumrah reacts to a reporter’s phone going off during a press conference 😂❤️#ENGvsIND #Bumrah pic.twitter.com/kLrZHCLDVW — Nivas Manepalli (@SrinivasManep10) July 12, 2025
“Somebody’s wife is calling!”Jasprit Bumrah reacts to a reporter’s phone going off during a press conference 😂❤️#ENGvsIND #Bumrah pic.twitter.com/kLrZHCLDVW
જ્યારે બીજા દિવસની રમત પૂરી થઈ, ત્યારે ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 145 રન બનાવી લીધા હતા, જેમાં કેએલ રાહુલ 53 અને રિષભ પંત 19 રન પર બેટિંગ કરી રહ્યા હતા. એવામાં ભારતીય ટીમ માટે ત્રીજા દિવસની રમત ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે કારણ કે તેઓ હજુ પણ ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગના સ્કોરથી 242 રન પાછળ છે. એવામાં, મોટી ઇનિંગ રમવાની જવાબદારી રાહુલ અને પંત બંનેના ખભા પર છે. ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ, જેણે આ શ્રેણીમાં અત્યાર સુધી શાનદાર બેટિંગ બતાવી છે, પરંતુ તે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં પહેલી ઇનિંગમાં માત્ર 16 રન બનાવીને ક્રિસ વોક્સના બોલ પર આઉટ થઇ ગયો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp