રોષે ભરાયેલા પતિએ કાપી નાખી પત્નીની નાક, મામલો સાંભળીને પોલીસ પણ રહી ગઈ દંગ; આ વાતને લઈને થયો હ

રોષે ભરાયેલા પતિએ કાપી નાખી પત્નીની નાક, મામલો સાંભળીને પોલીસ પણ રહી ગઈ દંગ; આ વાતને લઈને થયો હતો વિવાદ

07/12/2025 National

SidhiKhabar

SidhiKhabar

રોષે ભરાયેલા પતિએ કાપી નાખી પત્નીની નાક, મામલો સાંભળીને પોલીસ પણ રહી ગઈ દંગ; આ વાતને લઈને થયો હ

કર્ણાટકથી એક હેરાન કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક દંપતી વચ્ચે લોન ચૂકવવાને લઈને વિવાદ થઈ ગયો હતો. આ ઝઘડા દરમિયાન પતિએ તેની પત્નીનું નાક કાપી નાખ્યું. મામલો દામણગેરેનો છે. ઇજાગ્રસ્ત મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.

વાસ્તવમાં, પીડિત મહિલાની ઓળખ વિદ્યા તરીકે થઈ છે. મહિલાએ એક લોન લીધી હતી, જેના માટે તેના પતિ વિજયે જામીન આપ્યા. એવામાં જ્યારે મહિલા લોનનો હપ્તો ચૂકવી ન શકી, તો લોન આપનારે વિજયને પરેશાન કરવાનું ચાલું કર્યું. આ વાતને લઈને દંપતી વચ્ચે વિવાદ થઈ ગયો હતો.


પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી

પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી

NDTVના એક અહેવાલ મુજબ પોલીસે આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે બની હતી. વિવાદ દરમિયાન વિજયે તેની પત્નીને જમીન પર ધકેલી દીધી હતી, જેના કારણે તે જમીન પર પડી ગઈ. આ દરમિયાન વિજયે પોતાની પત્નીનું નાક કાપી નાખ્યું. ત્યારબાદ, મહિલાએ પોતાની મદદ માટે બૂમ પાડી. તેને સાંભળીને આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. ઉતાવળમાં મહિલાને ચન્નગિરીમાં સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. મહિલા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.


પીડિતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પીડિતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

વિદ્યાએ આ મામલે પોતાના પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ફરિયાદના આધારે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. આ કેસ દાવણગેરે જિલ્લાના ચન્નગિરી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top