The Great Indian Kapil Show Season 3: કપિલ શર્માનો શૉ બન્યો ફ્લોપ શૉ, પૈસા લઈને હસનારાઓ સિવાય કોઈને મજા નથી આવતી, જાણો શું બતાવી રહ્યો છે લેટેસ્ટ રિપોર્ટ
The Great Indian Kapil Show Season 3 Fails to Keep Viewers Hooked: કોમેડી કિંગ કપિલ શર્માનો શૉ, ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉ, તાજેતરમાં સીઝન-3 લઈને નેટફ્લિક્સ પાછો ફર્યો છે. અત્યાર સુધીમાં ત્રીજી સીઝનના 3 એપિસોડ્સ રીલિઝ થયા છે. આ સીઝનની શરૂઆત એક ધમાકેદાર રહી, જેમાં સલમાન ખાન મહેમાન બનીને પોતાની ફિલ્મ સિકંદરનું પ્રમોશન કરી રહ્યો હતો. નેટફ્લિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, શૉના પહેલા એપિસોડથી દર્શકોની સંખ્યા ઘટી રહી છે. આ રીતે, ત્રીજી સીઝન સાથે ફરેલો કોમેડી કિંગ જૂનો રંગ જમાવી શક્યો નથી.
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉએ ગ્લોબલ ટોપ-10 નોન-ઇંગ્લિશ શૉ કેટેગરીમાં 7માં નંબરથી શરૂઆત કરી. સલમાનવાળા પહેલા એપિસોડમાં 'રન ટાઇમથી વિભાજિત કુલ કલાકો'ના આધારે 1.6 મિલિયન વ્યૂઝ અને 1.9 મિલિયન વ્યૂઇંગ કલાકો મળ્યા. આ નંબર્સ ખૂબ સારા હતા, ખાસ કરીને જ્યારે આલિયા ભટ્ટ સીઝન-2ના શરૂઆતી એપિસોડમાં 1.2 મિલિયન વ્યૂ અને 1.4 મિલિયન વ્યૂઇંગ કલાકો મળ્યા. પરંતુ આ રણબીર કપૂરવાળા સીઝન-1ના પહેલા એપિસોડને પાછળ છોડી શક્યો નહોતો, જેને 2.4 મિલિયન વ્યૂ પ્રાપ્ત થયા હતા.
પહેલા એપિસોડ બાદ દર્શકોની સંખ્યા ઘટી રહી છે. બીજા અઠવાડિયામાં જ્યારે ‘મેટ્રો ઇન દિનો કે કલાકાર’વાળો બીજો એપિસોડ રીલિઝ થયો તો શૉને કુલ મળાવીને 20 લાખ વ્યૂઝ અને 45 લાખ વ્યૂઇંગ કલાકો મળ્યા. જો કે તે પ્રથમ અઠવાડિયાના વ્યૂઝ કરતા 4 લાખ વધુ વ્યૂઝ છે, પરંતુ આ બંને એપિસોડ્સના કુલ વ્યૂઝ છે. ત્રીજા અઠવાડિયે જેમાં ક્રિકેટર્સ ગૌતમ ગંભીર, રિષભ પંત અને યુઝવેન્દ્ર ચહલ જેવા નવા એપિસોડ્સ સામેલ થયા હતા, કુલ મળીને માત્ર 12 લાખ વ્યૂઝ અને 37 લાખ વ્યૂઇંગ કલાકો મળ્યા.
સોની પર ટેલિકાસ્ટ કરેલા કપિલ શર્મા શૉની જેમ, ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉ પણ ફિલ્મોનું પ્રમોશન કરવા માટે સેલેબ્સનો ફેવરિટ શૉ છે. વ્યૂઝની સંખ્યા ઘટી રહી હોવા છતા અત્યારે પણ તે ટોપ-10માં સામેલ થનારો એકમાત્ર ભારતીય શૉ છે. આગામી એપિસોડ જયદીપ અહલાવત, વિજય વર્મા, પ્રતિક ગાંધી અને જીતેન્દ્ર કુમાર અતિથિઓ હશે. નેટફ્લિક્સનો આ શૉ પહેલી વખત 2024માં રીલિઝ થયો હતો અને અત્યાર સુધી તેની બે સીઝન આવી ચૂકી છે, જેમાં દરેક સીઝનમાં 13 એપિસોડ રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp