કયા કારણે ઉડતા જ ક્રેશ થયો વિમાન? વાંચો-કોમર્શિયલ પાયલટનું વિશ્લેષણ
અમદાવાદથી ઉડાણ ભરતા જ એર ઇન્ડિયા AI 171 વિમાન તરત જ ક્રેશ થઈ ગયું. શરૂઆતી તપાસમાં વિમાનની સેટિંગ અને અંતિમ ક્ષણોમાં ટેક્નિકલી ખામીને લઈને ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે. સામે આવ્યું છે કે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ઉડાણ ભરતા જ તેનું લેન્ડિંગ ગિયર બહાર જ રહ્યું અનેવિંગ ફ્લેપ્સ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. આ શરૂઆતી ટેકઓફ માટે ખૂબ અસામાન્ય પરિસ્થિતિ છે. સામાન્ય રીતે, 787ના નિયમોમાં, ફ્લાઇટ માટે ફ્લેપ્સને 5 અથવા તેથી વધુ સેટ કરવાનું હોય, અને તેને ધીરે-ધીરે ત્યારે બંધ કરવામાં આવે છે, જ્યારે વિમાન તેજીથી ઊંચાઈ લે છે.
ફ્લાઇટની થોડી જ સેકન્ડ બાદ, જ્યારે વિમાન યોગ્ય રીતે ટેક ઓફ કરવાનું શરૂ કરે છે ત્યારે લેન્ડિંગ ગિયર બંધ કરી દેવામાં આવે છે, જે 600 ફૂટ અગાઉ થાય છે. જે વીડિયો-ફોટોગ્રાફ્સ બહાર આવ્યા છે તે બતાવે છે કે પાઇલટે લેન્ડિંગ ગિયરને થોડા બંધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તરત જ ફરીથી બહાર કરી દીધું. કદાચ તેને લાગ્યું કે વિમાનની તાકત અથવા થ્રસ્ટ ઓછી થઈ રહી છે. બની શકે કે ઉડાણના તુરંત બાદ વિમાનને તાકાતની કમી થઈ ગઈ.
બીજી સંભાવના એ છે કે લેન્ડિંગ ગિયર કોઈ મશીન અથવા હાઇડ્રોલિક ખામીને કારણે અટકી ગયું. એવામાં, પાયલટે હવાનો પ્રતિરોધ ઓછો કરવા અને ગતિ વધારવા માટે પાઇલટે ઝડપથી ફ્લેપ્સ બંધ કરી દીધી છે, કારણ કે ગિયર અને ફ્લાપ્સ બંને બહાર રહેવાથી ખૂબ જ વધારે પ્રતિરોધ થાય છે, જેથી વિમાનની ચઢાઈ મુશ્કેલ થઈ જાય છે. જો કે, ઓછી ઊંચાઈ અને ઓછી ગતિ પર ફ્પ્લસને બંધ કરવું ખૂબ જ ખતરનાક હોય છે, કારણ કે તે વિમાનની લિફ્ટિંગ તાકત (લિફ્ટ)ને ઘટાડે છે અને વિમાન બંધ (સ્ટોલ) થવાનું જોખમ વધી જાય છે.
આ છતા વિમાન વધારે વધારે હાલતો-ડોલતો ન દેખાયો, એટલે કે, પાઇલટ્સનું થોડું નિયંત્રણ હતું. કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે જમણી રડારનો ઉપયોગ થયો, જે ડાબા એન્જિનની ખામીનું નિશાની હોઈ શકે છે. પરંતુ આ એકલા આ અજીબ પરિસ્થિતિ, ગિયર બહાર અને ફ્લપ્સ બંધનું કારણ બતાવતી નથી. સામાન્ય સ્થિતિમાં, ગિયર અને આટલી ઓછી ઊંચાઈ પર ગિયર અને ફ્લપ્સ આ પ્રકારે ન હોવું જોઈએ.
600 ફુટ પર ગિયર બહાર અને ફ્લપ્સ બંધ થવું ખૂબ ખોટું છે. તે કદાચ એક બાદ એક ટેક્નિકલી ખામી અથવા પાઇલટ્સની કટોકટીના પ્રયત્નોને કારણે થયું. આખરે, વિમાનની ઊંચાઈ ઓછી થઈ અને તે સ્ટોલ થઈ ગયું, કારણ કે લિફ્ટ ઓછી હતી અને પ્રતિરોધ વધારે હતો. આ કારણે, પાયલટ ટક્કર અગાઉ વિમાનને બચાવી ન શક્યો. હવે વધુ તપાસ થશે, પછી ફ્લાઇટ ડેટા અને કોકપિટ રેકોર્ડિંગની તપાસમાં આ ભૂલોનું વધુ નિરીક્ષણ કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp