Chandan Mishra Murder Case: પટનાની હોસ્પિટલમાં ચંદન મિશ્રાની હત્યા, પોલીસે મુખ્ય આરોપી તૌસિફ રઝ

Chandan Mishra Murder Case: પટનાની હોસ્પિટલમાં ચંદન મિશ્રાની હત્યા, પોલીસે મુખ્ય આરોપી તૌસિફ રઝાની કરી ધરપકડ

07/18/2025 National

SidhiKhabar

SidhiKhabar

Chandan Mishra Murder Case: પટનાની હોસ્પિટલમાં ચંદન મિશ્રાની હત્યા, પોલીસે મુખ્ય આરોપી તૌસિફ રઝ

Chandan Mishra Murder Case: ગુરુવારે પટનાની પારસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેદી ચંદન મિશ્રાની હત્યા બાદ બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કાયદો અને વ્યવસ્થા પર ઉઠી રહેલા સવાલો વચ્ચે, પોલીસે તત્પરતા દાખવીને પાંચેય શૂટરોની ઓળખ કરી લીધી છે. હવે પોલીસ તેમને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે. પોલીસે મુખ્ય આરોપી તૌસિફ રઝાને દબોચી લીધો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ખૂબ જ ટૂંક સમયમાં અન્ય ગુનેગારો પણ પોલીસ કસ્ટડીમાં હશે.


શૂટર તૌસિફ જમીનના ધંધા સાથે સંકળાયેલો

શૂટર તૌસિફ જમીનના ધંધા સાથે સંકળાયેલો

ચંદન મિશ્રાની હત્યામાં 5 શૂટરો સામેલ છે, જેમાં એક વ્યક્તિ હોસ્પિટલની અંદર સફેદ પ્રિન્ટેડ શર્ટ અને બ્લૂ જીન્સ પહેરીને ટોપી વગર દેખાય છે, તેની ઓળખ તૌસિફ બાદશાહ તરીકે થઈ છે. તૌસિફ રઝા સેન્ટ કરેન્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને પટનાના ફુલવારી શરીફ અને નૌસા વિસ્તારમાં જમીનના ધંધા સાથે સંકળાયેલો છે.

તૌસિફ લોકોને પોતાનું નામ બાદશાહ બતાવતો હતો. તૌસિફ બાદશાહે કોન્ટ્રાક્ટ લીધા બાદ ચંદન મિશ્રાની હત્યા કરી છે. તૌસિફ ઉપરાંત, પોલીસે તેના 4 અન્ય સાથીઓની પણ ઓળખ કરી છે, પોલીસ તેમને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે.


ત્રણ શૂટર ફુલવારી શરીફના રહેવાસી છે

ત્રણ શૂટર ફુલવારી શરીફના રહેવાસી છે

5 આરોપીઓમાં પહેલો તૌસિફ બાદશાહ, બીજો આકીબ મલિક, ત્રીજો સોનુ, ચોથો કાલુ ઉર્ફે મુસ્તકીમ અને પાંચમો ભિંડી ઉર્ફે બળવંત છે. તેમાંથી ત્રણ શૂટર ફુલવારી શરીફના રહેવાસી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top