નવી સિદ્ધિના શિખરે લહેરાયો સુરતનો પડઘમ! શા માટે સમગ્ર દેશના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુરત?
સુરત: સુરતે ફરી એક વાર દેશને નવું દિશાદર્શન આપ્યું છે!ગુજરાતનું ઝગમગતું રત્ન, સુરત, અને સુરતને વેગ આપતી તેની પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓ એટલેકે બસ સુવિધાઓ. શહેરની ધમનીઓમા રક્તની જેમ દોડતી બસો શહેરને જીવંત રાખે છે અને સુરતીઓની રોજીંદી દોડધામને મંજિલ સુધી લઈ જાય છે. એવું તો શું થયું કે સુરતની બસો એકાએક દેશના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ?
સુરતમાં હવે બસ સુવિધાઓ પણ સૌરઉર્જા સાથે સુસજ્જ થઈ સુરતની ધમનીઓમા દોડશે અને શહેરના સ્વાસ્થ્યમાં સુધારો લાવશે. પર્યાવરણ અને ટેકનોલોજીના અનોખા સમન્વયની ઝલક આપતું દેશનું પ્રથમ સૌરઉર્જાથી ચાલતું સ્માર્ટ બસ સ્ટેશન ધરાવે છે સુરત.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા અલથાણ ખાતે ₹1.60 કરોડના ખર્ચે નવનિર્મિત, 100 કિલોવોટનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે ગ્રીન ઇનોવેશન અને પ્રેરણાનું એક મોડેલ બનવા માટે તૈયાર છે. જર્મન સંસ્થા GIZ (Deutsche Gesellschaft für Internationale Zusammenarbeit) ના સહયોગથી વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટમાં Wi-Fi, લાઇટિંગ અને ઇલેક્ટ્રિક બસો માટે 24×7 ગ્રીન ચાર્જિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલથાણ વિસ્તારમાં અમલમાં મુકાયેલ સૌરઉર્જા આધારિત સ્માર્ટ બસ સ્ટોપ હવે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી રહ્યું છે. વાઇ-ફાઇ, મોબાઇલચાર્જિંગ, એલઇડીલાઇટ, પંખા અને સીસીટીવી જેવી સુવિધાઓથી સજ્જ, આ બસ સ્ટોપ જાહેર પરિવહનને ગ્રીન અને અદ્યતન ટેકનોલોજીકલ સુવિધાઓથી સજ્જ બનાવે છે. ઊર્જા બચત અને પર્યાવરણીય લાભો સાથે સંકળાયેલ આ પાયલોટ પ્રોજેક્ટ હવે દેશભરના શહેરો માટે પ્રેરણાદાયક મોડેલ બની રહ્યો છે.
આ પ્રોજેક્ટ સૌરઉર્જા અને સેકન્ડ-લાઇફ બેટરી સ્ટોરેજના સંકલન દ્વારા શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપે છે. દિવસ દરમિયાન સંગ્રહિત સૌરઉર્જાનો ઉપયોગ રાત્રે ઇલેક્ટ્રિક બસો અને વાહનોને ચાર્જ કરવા માટે થઈ શકે છે, જેનાથી પાવર ગ્રીડ પરનો ભાર ઓછો થશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન મોબિલિટી અને નેટ ઝીરો ગોલ્સને વેગ મળશે. વધુમાં, જૂની બેટરીઓનો ફરીથી ઉપયોગ કરીને સરકયુકર અર્થતંત્રના સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં આવશે. આ મોડેલ ભવિષ્યના શહેરી ઇલેક્ટ્રિક વાહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્કેલેબલ અને સસ્ટેનેબલ માળખા તરીકે ઉભરી આવવાની ક્ષમતા ધરાવે છે.
કેવી રીતે અલથાણ પ્રોજેક્ટ ફાયદાકારક થશે?
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપો માટે અમલમાં મુકવામાં આવેલા સૌરઉર્જા અને બેટરી સ્ટોરેજના સંયોજનથી નગરપાલિકા માટે વાર્ષિક આશરે 1,00,000 kWh વીજળી ઉત્પન્ન થશે. આના પરિણામે ઊર્જા બિલમાં ₹6.56 લાખની બચત થશે. આ ખર્ચ-અસરકારક ગ્રીન ટેકનોલોજી માત્ર સુરત માટે જ નહીં પરંતુ શહેરી પરિવહન માટે સસ્ટેનેબલ વિકલ્પ તરીકે પણ ફાયદાકારક સાબિત થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp