Maharashtra Politics: ઉદ્ધવ-ફડણવીસ વચ્ચે બંધ બારણે થઈ 20 મિનિટની બેઠક, તાજેતરમાં જ CMએ સત્તા પક

Maharashtra Politics: ઉદ્ધવ-ફડણવીસ વચ્ચે બંધ બારણે થઈ 20 મિનિટની બેઠક, તાજેતરમાં જ CMએ સત્તા પક્ષમાં સામેલ થવાની આપેલી ઓફર

07/18/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Maharashtra Politics: ઉદ્ધવ-ફડણવીસ વચ્ચે બંધ બારણે થઈ 20 મિનિટની બેઠક, તાજેતરમાં જ CMએ સત્તા પક

Uddhav Thackeray meets Devendra Fadnavis: મહારાષ્ટ્ર વિધાનસભામાં ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ રાજકીય હલચલ જોવા મળી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકર વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેના ચેમ્બરમાં આ બેઠક લગભગ 20 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠકમાં આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત હતા. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે એક દિવસ અગાઉ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને સરકારમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું.


આ મુદ્દાઓ પર ચર્ચા થઈ

આ મુદ્દાઓ પર ચર્ચા થઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ પદ, રાજ્યમાં ત્રિભાષી નીતિ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જોકે આ બેઠક અંગે બંને નેતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ બેઠકને મહારાષ્ટ્રના રાજકારણમાં સંભવિત નવા સમીકરણોના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના જૂના સાથી ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદમાં શાસક પક્ષમાં સામેલ થવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જો કે, આખા ગૃહે આ પ્રસ્તાવને મજાકમાં લીધો હતો, છતા શિવસેના (UBT)ના વડા મૌન રહ્યા હતા. જોકે, ફડણવીસની આ ઓફર પર, ઉદ્ધવ ઠાકરેએ પાછળથી મીડિયાને કહ્યું કે કેટલીક બાબતોને મજાકમાં જ લેવી જોઈએ.


મહારાષ્ટ્રના રાજકીય સમીકરણ

મહારાષ્ટ્રના રાજકીય સમીકરણ

ફડણવીસનું આ નિવેદન એવા સમયે આવ્યું હતું, જ્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ગઠબંધન અને સંઘર્ષનો તબક્કો ચાલી રહ્યો છે. વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદ પર મતભેદોને કારણે ભાજપ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં) વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું, ત્યારબાદ ઉદ્ધવે મહાવિકાસ આઘાડી (MVA)ની રચના કરી અને સરકાર બનાવી. જોકે, એકનાથ શિંદેના બળવા બાદ વર્ષ 2022માં ઉદ્ધવની સરકાર પડી ગઈ. ત્યારબાદ એકનાથ શિંદેએ ભાજપના સમર્થનથી સરકાર બનાવી. ગયા વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધન (જેમાં ભાજપ, શિવસેના-શિંદે જૂથ અને NCP-અજીત પવાર જૂથનો સમાવેશ થાય છે)ને જંગી બહુમતી મળી હતી


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top