Murder Case: માણસાઈ મરી પરવારી, હૉસ્પિટલમાં ઘૂસીને ધોળા દિવસે નર્સિંગની વિદ્યાર્થિનીનું કાપી નાખ્યું ગળું
Murder at Madhya Pradesh hospital Nursing Student: MP મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે માનવતા અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. જિલ્લા હોસ્પિટલમાં, એક યુવકે નર્સિંગની વિદ્યાર્થિનીનું ખુલ્લેઆમ છરી વડે ગળું કાપી નાખ્યું, વિદ્યાર્થિની ફર્શ પર તડપતી રહી અને નજીકમાં ઉભેલા લોકો વીડિયો બનાવતા રહ્યા. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેણે જનતા સાથે પ્રશાસનને પણ ચોંકાવી દીધું છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના 27 જૂનની સવારે થઈ હતી જ્યારે વિદ્યાર્થિનીએ ફરજ પર હતી. આરોપી યુવક અચાનક હોસ્પિટલમાં પહોંચ્યો અને વિદ્યાર્થિની પર જોરદાર હુમલો કરી દીધો. તે વિદ્યાર્થિનીનું ગળું ત્યાં સુધી કાપતો રહ્યો જ્યાં સુધી તેનું મોત ન થઈ ગયું. આ દરમિયાન, નજીકમાં હાજર ડૉક્ટરો અને દર્દીઓ માત્ર મૂકદર્શક બની રહ્યા. વિદ્યાર્થીનીની મદદ માટે કોઇ આગળ ન આવ્યું. પોલીસ કંટ્રોલ રૂમની નજીક આવેલી આ જિલ્લા હોસ્પિટલમાં, સમયસર કોઈ બચાવવા ન આવ્યું.
નરસિંહપુરના SP મૃગાખી ડેકાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ કેસ પ્રેમ સંબંધ સાથે જોડાયેલો લાગે છે. આરોપી યુવક છેલ્લા 2 અઠવાડિયાથી વિદ્યાર્થિનીને હેરાન કરી રહ્યો હતો. હત્યા બાદ તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને પછી ત્યાંથી ભાગી ગયો. પોલીસે તત્પરતા દાખવી અને તે જ દિવસે આરોપીની ધરપકડ કરી અને પૂછપરછ ચાલી રહી છે.
આ ઘટનાએ જિલ્લા હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. જ્યાં સારવાર અને રાહતની અપેક્ષા રાખવામાં આવે છે, ત્યાં ખુલ્લેઆમ વિદ્યાર્થિનીની હત્યા કરવી એ ખૂબ જ ચિંતાનો વિષય છે. ઘટના દરમિયાન દર્દીઓ ચોંકી ગયા હતા, ચારેબાજુ લોહી જ લોહી પડેલું હતું. દર્દીઓ અને સ્ટાફ ગભરાટના કારણે કંઈ પણ કરવાનું ટાળી રહ્યા હતા, પરંતુ વીડિયો બનાવવાનું ન ચૂક્યા. ગળું કાપેલો મૃતદેહ અને ફર્શ પર પડેલો મૃતદેહ જોઈને દર્દીઓ ગભરાઈ ગયા હતા. ફર્શ પર લોહી વહેતું હતું અને લોહીના છાંટા હતા. આ હોસ્પિટલ જિલ્લા મુખ્યાલય અને પોલીસ કંટ્રોલ રૂમની ખૂબ નજીક છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp