Operation Sindoor: ઓપરેશન સિંદૂર દરમિયાન કેમ ન માર્યો ગયો દાઉદ ઇબ્રાહિમ? ઠેકાણાની હતી સચોટ માહિ

Operation Sindoor: ઓપરેશન સિંદૂર દરમિયાન કેમ ન માર્યો ગયો દાઉદ ઇબ્રાહિમ? ઠેકાણાની હતી સચોટ માહિતી; જાણો કારણ

07/03/2025 National

SidhiKhabar

SidhiKhabar

Operation Sindoor: ઓપરેશન સિંદૂર દરમિયાન કેમ ન માર્યો ગયો દાઉદ ઇબ્રાહિમ? ઠેકાણાની હતી સચોટ માહિ

Dawood Ibrahim: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ દરમિયાન ભારતીય સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા. ભારત પાસે પહેલાથી જ આ આતંકવાદી ઠેકાણાઓની માહિતી હતી. એવામાં એક ચર્ચા ઉઠી છે કે ભારતે 1993ના મુંબઈ બ્લાસ્ટના મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમને કેમ નિશાન ન બનાવ્યો, જ્યારે ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે ભારત પાસે દાઉદની સચોટ માહિતી હતી. ચાલો આ પાછળનું સાચું કારણ જાણીએ.


1993ના મુંબઈ બ્લાસ્ટમાં આતંકવાદી દાઉદની ભૂમિકા

1993ના મુંબઈ બ્લાસ્ટમાં આતંકવાદી દાઉદની ભૂમિકા

તારીખ 12 માર્ચ 1993. મુંબઈમાં એક બાદ એક 13 શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ ભયાનક હુમલાઓમાં 257 નિર્દોષ લોકો માર્યા ગયા અને 700થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ સુનિયોજિત હુમલાઓનો માસ્ટરમાઇન્ડ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ હતો, જે આ ક્રૂર કૃત્ય પાછળનો મુખ્ય સૂત્રધાર હતો. તેની ગુનાહિત સત્તા એટલે કે ડી-કંપનીની તસ્કરી, ખંડણી અને આતંકવાદી નેટવર્ક સાથે ઊંડા સંબંધો હતા. બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ થયેલા કોમી રમખાણોનો બદલો લેવા માટે આ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા, જેમાં દાઉદે લશ્કર-એ-તૈયબા જેવા પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સાથે સહયોગ કરીને કામ કર્યું હતું.

આ હુમલાઓ બાદ, દાઉદ ભારતમાંથી ભાગી નીકળ્યો અને પાકિસ્તાનના કરાચીમાં સુરક્ષા મેળવી. માનવામાં આવે છે કે તે પાકિસ્તાની એસ્ટેબ્લિશમેન્ટના કેટલાક એલિમેટ્સના રક્ષણ હેઠળ રહે. વર્ષોથી ભારત વારંવાર પાકિસ્તાન પર તેને આશ્રય આપવાનો આરોપ લગાવે છે, જેનો ઇસ્લામાબાદે હંમેશાં ઇનકાર કર્યો છે.

જોકે ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી રુચિ ઘનશ્યામના તાજેતરના નિવેદનમાં દાઉદની કરાચીમાં હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી જ્યારે તેમણે કહ્યું હતું કે 'કરાચીનો દરેક રહેવાસી ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના પાકિસ્તાની શહેરના ઠેકાણાઓથી વાકેફ છે.'


કેમ ન થઈ કાર્યવાહી?

કેમ ન થઈ કાર્યવાહી?

'ઓપરેશન સિંદૂર' દરમિયાન કરવામાં આવેલા હવાઈ હુમલામાં ભારતીય ભૂમિ પર થયેલા હુમલાઓ માટે જવાબદાર ઘણા મુખ્ય આતંકવાદીઓ માર્યા ગયા હતા. સ્પષ્ટ છે કે ભારત પાસે આવા ઓપરેશનો કરવાની ક્ષમતા છે. એ છતા દાઉદ ઇબ્રાહિમનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. તે દાયકાઓથી એક મુખ્ય ટારગેટ રહ્યો છે.

પાકિસ્તાનમાંથી દાઉદ ઇબ્રાહિમનું પ્રત્યાર્પણ કરાવવો અથવા આંતરરાષ્ટ્રીય મંચો દ્વારા પાકિસ્તાન પર દબાણ લાવવામાં અત્યાર સુધી સફળતા મળી નથી. તેનું મુખ્ય કારણ પાકિસ્તાન દ્વારા દાઉદની હાજરીનો સતત ઇનકાર અને આ બાબતમાં સહકાર આપવાની અનિચ્છા છે.

આ સિવાય એકપક્ષીય લશ્કરી કાર્યવાહી જેમ કે ટારગેટેડ સ્ટ્રાઈકથી ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર નિંદાનો સામનો કરવો પડી શકતો હતો. આવા પગલાથી વૈશ્વિક શક્તિઓ સાથે ભારતના સંબંધોમાં તણાવ પણ પેદા થઈ શકે છે, જેને ભારત પોતાની વિદેશ નીતિમાં સંતુલિત રાખવા માગે છે.


ગુપ્તચર અને ઓપરેશનલ જોખમો વધારે હતા

ગુપ્તચર અને ઓપરેશનલ જોખમો વધારે હતા

ભારત પાસે ભલે દાઉદના ઠેકાણાની સામાન્ય માહિતી હોય, પરંતુ ચોક્કસ હિલચાલની જાણકારી મેળવવા અને તેની જાણકારી મેળવ્યા વિના હુમલો કરવાનો એક મોટો લોજિસ્ટિકલ પડકાર હતો. આટલું જ નહીં, દાઉદ પાકિસ્તાનના સુરક્ષા તંત્રના કેટલાક તત્વોની મિલીભગતથી કડક સુરક્ષા હેઠળ કાર્ય કરે છે. એવામાં, કોઈપણ કામગીરીની નિષ્ફળતાથી ભારતના ગુપ્તચર નેટવર્કનો ખુલાસો થઈ શકતો અને આતંકવાદી જૂથોને વધુ પ્રોત્સાહ મળી શકતું હતું. એક નિષ્ફળ ઓપરેશનના દૂરોગામી અને ગંભીર પરિણામો આવી શકે છે, જે ભારતની સુરક્ષા માટે મોટો ઝટકો સાબિત થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top