અહોહો રાજનીતિ! SMCમાં ખાડીપૂર પછી કિચડકાંડ, BJP ના દિપેન દેસાઈ AAP કોર્પોરેટરને લાફો ઝીંકવા ધસી પડ્યા!
સુરતઃ વરસાદના પહેલાં જ રાઉન્ડમાં ઉભરાતી ખાડીઓ શહેરમાંથી ખાડીપૂરમાં પરિવર્તિત થઈ અને સાથે જ સુરત મનપાની સામાન્ય સભા સુરતના કિચડકાંડથી ગાજી ગઈ.
વિપક્ષના સભ્યો 22 જુલાઈના રોજ આયોજિત સામાન્ય સભામાં ભાગ લેવા સુરત આવ્યા હતાં. સામાન્ય સભામાં અસામાન્ય પરિસ્થિતિ સર્જવા વિપક્ષના સભ્યો મનપા કચેરીમાં કિચડ વાળા ગંદા કપડાં પહેરીને આવતા તેમને સભાના દ્વાર પર જ અટકાવાતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા BJP પર આક્ષેપો કરાતાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના કોર્પોરેટર BJP ના દિપેન દેસાઈ AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાને લાફો લાફો ઝીંકવા ધસી પડ્યા, જેના લીધે હોબાળો મચી ગયો હતો. આ હોબાળાના પગલે સામાન્ય સભામાંથી વિપક્ષ નેતા, ઉપનેતા અને પૂર્વ વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરાયા હતા.
વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર!
સામાન્ય સભા પહેલાં વિપક્ષે પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શહેરમાં ખાડીપૂર કોણ લાવ્યું.., કોણ લાવ્યું..,
ભાજપ લાવ્યું.., ભાજપ લાવ્યું..,
સુરતને પાણીમાં કોણે ડુબાડ્યું.., ભાજપે ડુબાડ્યું.. ના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગજાવ્યું હતું.
વ્રજેશ ઉનડકટને લારી ગલ્લાના ચેરમેન કહેતા મામલો બિચક્યો...
સામાન્ય સભામાં કુંદન કોઠિયા ડ્રેનેજ સમિતિ અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ વ્રજેશ ઉનડકટને વચ્ચે બોલતા અટકાવ્યા હતા અને તેમને લારી ગલ્લાના ચેરમેન કહેતા મામલો બિચક્યો હતો. મેયરે વિપુલ સુહાગિયાને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા.
વિપક્ષે વિરોધ કરતા કહ્યું કે, BJP ટ્રીપલ એન્જીનની વાત કરે છે પરંતુ અમારો અનુભવ કહે છે કે અહીં માત્ર ડબ્બા છે. એન્જીન તો છે જ નહીં, એન્જીન વગરના ડબ્બા. એન્જિન હોય તો કામ થાય પરંતુ કોઈપણ પ્રકારનું કામ થતું નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp