દિલ્હી એસિડ એટેકમાં નવો વણાંક, પીડિત છોકરીના પિતાએ જ....

દિલ્હી એસિડ એટેકમાં નવો વણાંક, પીડિત છોકરીના પિતાએ જ....

10/28/2025 National

SidhiKhabar

SidhiKhabar

દિલ્હી એસિડ એટેકમાં નવો વણાંક, પીડિત છોકરીના પિતાએ જ....

દિલ્હી એસિડ એટેક કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સોમવારે શાહબાદ ડેરી પોલીસ સ્ટેશનની પોલીસે બળાત્કાર કેસમાં છોકરીના પિતાની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી પિતા અકીલ ખાને કબૂલ્યું કે, જીતેન્દ્ર અને અન્ય બે આરોપીઓને ખોટા કેસમાં ફસાવવા માટે સમગ્ર કાવતરું ઘડ્યું હતું. અકીલે જણાવ્યું હતું કે તેની પુત્રી ઘરથી ટોયલેટ ક્લીનર લઈને ગઈ હતી. એજ તેના હાથમાં રેડ્યું હતું અને એસિડ એટેકની ખોટી ફરિયાદ નોંધાવી હતી. 26 ઓક્ટોબરની સવારે ભારત નગર વિસ્તારમાં એક છોકરી પર એસિડથી હુમલો કરવાની ઘટના સામે આવી હતી.. તેને ઇજાગ્રસ્ત હાલતમાં દીપચંદ બંધુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.


છોકરીનો આરોપ શું હતો?

છોકરીનો આરોપ શું હતો?

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા બીજા વર્ષની ઓપન સ્કૂલ (નોન-કોલેજ)ની વિદ્યાર્થીની છે. તેણે જણાવ્યું કે, તે અશોક વિહારની લક્ષ્મીબાઈ કોલેજમાં એક્સ્ટ્રા ક્લાસ માટે આવી હતી. રસ્તામાં તેનો પરિચિત જીતેન્દ્ર નામના એક યુવકે, તેના બે મિત્રો ઇશાન અને અરમાન સાથે બાઇક પર તેના પર હુમલો કર્યો. જીતેન્દ્ર બાઇક ચલાવી રહ્યો હતો, અને પાછળ બેઠા ઇશાને અરમાનને એક બોટલ આપી હતી, જેણે તેના પર એસિડ જેવું પ્રવાહી ફેંક્યું હતું. છોકરીએ કહ્યું કે તેણે ચહેરો બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના બંને હાથ બળી ગયા હતા. તેણે એમ પણ કહ્યું કે જીતેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી તેનો પીછો કરી રહ્યો હતો અને એક મહિના પહેલા તેમની વચ્ચે ઝઘડો થયો હતો.


પોલીસ તપાસમાં ગૂચાવાઈ કહાની

પોલીસ તપાસમાં ગૂચાવાઈ કહાની

જોકે, પોલીસ તપાસમાં ઘણા એવા તથ્ય સામે આવ્યા છે જે છોકરીના નિવેદન સાથે મેળ ખાતા નથી. તપાસમાં જાણવા મળ્યું કે ઘટના સમયે જીતેન્દ્ર કરોલ બાગમાં હતો. તેનું મોબાઇલ લોકેશન, CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોએ આ વાતની પુષ્ટિ કરી છે. આટલું જ નહીં, છોકરીએ જે બાઇકનો ઉલ્લેખ કર્યો હતો તે પણ કરોલ બાગમાં પાર્ક કરેલી મળી આવી હતી.

બે દિવસ અગાઉ 24 ઓક્ટોબરના રોજ, જીતેન્દ્રની પત્નીએ  એક PCR કોલ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે છોકરીના પિતા અકીલ ખાન દ્વારા તેણે બ્લેકમેઇલ અને હેરાન કરવામાં આવી રહી હતી. પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, તે 2021 થી 2024 સુધી અકીલ ખાનની ફેક્ટરીમાં કામ કરતી હતી, જ્યાં તેણે તેની સાથે બળજબરી કરી અને પછી વાંધાજનક ફોટા અને વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરી. આ મામલે ભલસ્વા ડેરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.


બાકીના આરોપીઓ, અરમાન અને ઈશાન,

બાકીના આરોપીઓ, અરમાન અને ઈશાન,

અરમાન અને ઈશાન હાલમાં તેમની માતા શબનમ સાથે આગ્રામાં છે. શબનમનો દાવો છે કે, 2018માં અકીલ ખાનના સંબંધીઓએ તેના પર એસિડ હુમલો કર્યો હતો. આ ઉપરાંત શબનમ અને અકીલ ખાન વચ્ચે મંગોલપુરીમાં મિલકતને લઈને વિવાદ છે, જે હાલમાં કોર્ટમાં છે.

CCTV ફૂટેજમાં જાણવા મળ્યું છે કે છોકરીનો ભાઈ તેના સ્કૂટર પર ઘરેથી નીકળ્યો હતો. તે તેને અશોક વિહાર વિસ્તારમાં છોડી ગયો હતો પરંતુ કોલેજના ગેટ સુધી ગયો નહોતો. ત્યારબાદ છોકરી ઈ-રિક્ષામાં આગળ જતી જોવા મળી હતી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે ભાઈએ તેને કોલેજમાં કેમ ન છોડી. ભાઈ હાલમાં તપાસમાં સામેલ થઈ રહ્યો નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top