‘ગો બેક ઈન્ડિયા..’, આ દેશમ વંશીય ટિપ્પણી કરી હુમલાખોરોએ ભારતીય મૂળની મહિલા પર બળાત્કાર કર્યું દ

‘ગો બેક ઈન્ડિયા..’, આ દેશમ વંશીય ટિપ્પણી કરી હુમલાખોરોએ ભારતીય મૂળની મહિલા પર બળાત્કાર કર્યું દુષ્કર્મ

10/27/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

‘ગો બેક ઈન્ડિયા..’, આ દેશમ વંશીય ટિપ્પણી કરી હુમલાખોરોએ ભારતીય મૂળની મહિલા પર બળાત્કાર કર્યું દ

બ્રિટનમાં એક શીખ મહિલા પર બળાત્કાર થયાના એક મહિના બાદ વધુ એક રૂવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. બ્રિટિશ પોલીસે જણાવ્યુ કે ઉત્તર ઇંગ્લેન્ડમાં ભારતીય મૂળની એક મહિલા પર દુષ્કર્મ થયું છે. આ કેસમાં વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે CCTV ફૂટેજ જાહેર કર્યા છે અને લોકોને એક અજાણ્યા યુવાનને શોધવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે તેમને શનિવારે સાંજે વોલ્સોલના પાર્ક હોલ વિસ્તારમાં એક મહિલાનો ફોન આવ્યો હતો. આ ગુનાને વંશીય રીતે ઉગ્ર હુમલો તરીકે ઓળખાવતા વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે શંકાસ્પદ વ્યક્તિની CCTV ફૂટેજ જાહેર કરી છે.


બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા પર દુષ્કર્મ

બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા પર દુષ્કર્મ

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ માટે તપાસ કરી રહેલા ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડેન્ટ (DS) રોનન ટાયરરે રવિવારે જણાવ્યું હતું કે આ મહિલા પરનો સૌથી ભયાનક હુમલો હતો. અમે આરોપીની ધરપકડ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી પાસે પુરાવા એકત્રિત કરવા માટે અધિકારીઓની ટીમો છે. અમે હાલમાં હુમલાખોરની પ્રોફાઇલ તૈયાર કરી રહ્યા છીએ, જેથી તેને શક્ય તેટલી વહેલી તકે અટકાયતમાં લઈ શકાય. જો કે તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે ઘણી તપાસ ચાલી રહી છે, પરંતુ એ જરૂરી છે કે અમે એ બધા લોકો સાથે વાત કરીએ, જેમણે તે સમયે વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિને જોયો હતો. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ દ્વારા જાહેર કરાયેલા CCTV ફૂટેજ અનુસાર, હુમલાખોરની ઓળખ 30 વર્ષીય, ટૂંકા વાળવાળા ગોરા પુરુષ તરીકે થઈ છે.


શીખ ફેડરેશન UKએ અવાજ ઉઠાવ્યો

શીખ ફેડરેશન UKએ અવાજ ઉઠાવ્યો

શીખ ફેડરેશન UKએ સ્થાનિક સૂત્રોના સંદર્ભે જણાવ્યું કે વોલ્સોલમાં જાતિગત ભેદભાવવાળું દુષ્કર્મ થયું છે. તે એક પંજાબી મહિલા છે. હુમલાખોરે દેખીતી રીતે તે ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો જ્યાં તે રહેતી હતી. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે છેલ્લા બે મહિનામાં 20 વર્ષની બે યુવતીઓ પર જાતિગત બળાત્કારના બે કેસ જોયા છે અને તેમણે તાત્કાલિક જવાબદારોને શોધવા જોઈએ.’

આ અગાઉ બ્રિટનમાં પણ આવી જ ઘટનાઓ બની છે. ગયા મહિને, ઓલ્ડબરીમાં એક શીખ મહિલા પર બળાત્કાર થયો હતો, જે વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. આ ઘટના 9 સપ્ટેમ્બરના રોજ સવારે 8:30 વાગ્યે ઓલ્ડબરીના ટેમ રોડ નજીક બની હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top