બોલો! ENO પણ નકલી બનવા લાગ્યો, આ જગ્યાએ પકડાઈ ગેરકાયદેસર ફેક્ટ્રી, એક લાખ જેટલા પાઉચ જપ્ત

બોલો! ENO પણ નકલી બનવા લાગ્યો, આ જગ્યાએ પકડાઈ ગેરકાયદેસર ફેક્ટ્રી, એક લાખ જેટલા પાઉચ જપ્ત

10/27/2025 National

SidhiKhabar

SidhiKhabar

બોલો! ENO પણ નકલી બનવા લાગ્યો, આ જગ્યાએ પકડાઈ ગેરકાયદેસર ફેક્ટ્રી, એક લાખ જેટલા પાઉચ જપ્ત

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજધાનીના ઇબ્રાહિમપુર ગામમાં નકલી ENO બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમોએ ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં નકલી ENOના પાઉચ જપ્ત કર્યા છે. સાથે જ લગભગ 80 કિલો કાચો માલ, પેકિંગ મશીનો અને બ્રાન્ડેડ સ્ટીકરો જપ્ત કર્યા છે. પોલીસે આ મામલે 2 વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે, જે બધા દિલ્હીના ઇબ્રાહિમપુરના રહેવાસી છે.


ENO બનાવતી કંપનીના અધિકૃત પ્રતિનિધિની ફરિયાદ બાદ થઈ કાર્યવાહી

ENO બનાવતી કંપનીના અધિકૃત પ્રતિનિધિની ફરિયાદ બાદ થઈ કાર્યવાહી

આજતકના અહેવાલ મુજબ, ENO બનાવતી કંપની ગ્લેક્સો સ્મિથ ક્લાઈન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના અધિકૃત પ્રતિનિધિ યશપાલ સપરાની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે ઈબ્રાહિમપુર ગામમાં કાયદેસર ઉત્પાદનની આડમાં એક ગેરકાયદેસર ફેક્ટરી કાર્યરત છે, જ્યાં નકલી ENO બનાવવામાં આવી રહ્યો હતો. આ નકલી ENO બજારમાં અસલી બતાવીને વેચાઈ રહ્યો હતો. ત્યારબાદ, ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી અને ઈબ્રાહિમપુર ગામમાં દરોડા પાડ્યા. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી, જેમની ઓળખ સંદીપ જૈન (ઉંમર 45 વર્ષ) અને જીતેન્દ્ર ઉર્ફે છોટુ ( ઉંમર 23 વર્ષ) તરીકે થઈ છે, બંને ઈબ્રાહિમપુરના રહેવાસી છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે નકલી માલની સપલાઈ ક્યાં-ક્યાં થઈ અને આ રેકેટમાં કેટલા લોકો સામેલ છે.


80 કિલો કાચો માલ જપ્ત

80 કિલો કાચો માલ જપ્ત

પોલીસે આ ગેરકાયદેસર ફેક્ટરીમાંથી 91,000થી વધુ નકલી ENOના પાઉચ જપ્ત કર્યા. નકલી ENO બનાવવા માટે વપરાતો આશરે 80 કિલો કાચો માલ પણ જપ્ત કરવામાં આવ્યો. આ સિવાય પેકેજિંગ માટે 13 કિલો ENO બ્રાન્ડેડ રોલ જપ્ત કરવામાં આવ્યા. નકલી ઉત્પાદનો પર લગાવવા માટે 54,780 ENO સ્ટીકરો જપ્ત કરવામાં આવ્યા. 2100 અધૂરા ENOના પેકેટ પણ મળી આવ્યા, જેમાં હજુ સુધી નકલી ENO ભરવાના બાકી હતા. પોલીસે આ ગેરકાયદેસર ફેક્ટરીમાંથી ENO પેકેટ ભરવા અને પેકેજ કરવા માટે એક મશીન પણ જપ્ત કર્યું. ફેક્ટરી સીલ કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top