મહિલાઓને ક્યારેય પણ નહિ થશે આ જોખમી કેન્સર! બસ લઈ લે આ એક દવા, એ પણ તદ્દન ફ્રીમાં!
સર્વાઈકલ કેન્સર એ મહિલાઓમાં થતું બીજું સૌથી મોટું કેન્સર છે. અને ભારતમાં સર્વાઈકલ કેન્સરના કેસો પહેલાની સરખામણીમાં ઘણાં વધી રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે આ કેન્સરથી બચવા માટે મહિલાઓએ આ કેન્સરને લઈને જાગૃત થવું ખૂબ જરૂરી છે. આમ તો સર્વાઈકલ કેન્સર એક જીવલેણ બીમારી છે. પરંતુ વૈજ્ઞાનિકોના સતત પ્રયાસોને પગલે તેનાથી બચવા માટેની રસી તૈયાર કારી દેવામાં આવી છે. તેથી આ કેન્સરથી બચવા માટે મહિલાઓએ HPV વેક્સીન લેવી જોઈએ.
કેન્સર એક્સપર્ટ ડોક્ટર્સના જણાવ્યાનુસાર, HPV વેક્સીન સર્વાઈકલ કેન્સરને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ વેક્સીન સંક્રમણના જોખમને ઘટાડી સર્વાઈકલ કેન્સરની સંભાવનાને ઘટાડે છે. HPV વેક્સીન 2 ડોઝ કે 3 ડોઝમાં આપવામાં આવે છે. જેમાં 9 થી 14 વર્ષની બાળકીઓને HPV વેક્સીનના બે ડોઝ આપવામાં આવે છે. 2 ડોઝ 6 મહિનાની અંદર આપવામાં આવે છે. જે તારીખે પહેલો ડોઝ લીધો હોય તેના 6 મહિના પછી સેમ તારીખે બીજો ડોઝ લેવાનો હોય છે. જ્યારે 14 વર્ષથી વધુની વયની યુવતીઓ અને મહિલાઓને HPV વેક્સીનના 3 ડોઝ આપવામાં આવે છે. પહેલો ડોઝ લીધાના 1 મહિના પછી બીજો ડોઝ આપવામાં આવે છે. ત્યારબાદ પહેલા ડોઝને 6 મહિના થાય ત્યારે ત્રીજો ડોઝ લેવાનો હોય છે.
સર્વાઈકલ કેન્સર માટેની HPV વેક્સીનના 3 પ્રકાર હોય છે. તમે ડોક્ટરની સલાહ અનુસાર પોતાના માટે બેસ્ટ વેક્સીન પસંદ કરી શકો છો. સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં HPV વેક્સીન લગાડી દેવામાં આવે છે. આ રસી ખાનગી હોસ્પિટલોમાં બ્રાન્ડના આધારે આશરે ₹2,000 થી ₹10,000 થી વધુની કિંમતે ખરીદી શકાય છે. ભારતમાં ઉપલબ્ધ સર્વાઇકલ કેન્સર માટે બે અત્યંત અસરકારક રસીઓ ગાર્ડાસિલ 4 અને ગાર્ડાસિલ 9 છે. ગાર્ડાસિલ 4 ચાર HPV પ્રકારો સામે રક્ષણ આપે છે અને ગાર્ડાસિલ 9 HPV ના નવ પ્રકારોને આવરી લે છે અને વ્યાપક રક્ષણ આપે છે. આ રસીઓ એક સક્રિય અભિગમ છે જે સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp