OMG! વિશ્વાસ નથી થઈ રહ્યો... વિરાટ કોહલી સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર બીજો ભારતીય બન્યો!
ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ODI શ્રેણીમાં વિરાટ કોહલી સતત બે મેચમાં શૂન્ય પર આઉટ થઇ ગયો. હવે વિરાટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ શૂન્ય આઉટ થનારા ખેલાડીઓની લીસ્ટમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. આ તેના માટે શરમજનક રેકોર્ડ છે, જે તેની શાનદાર કારકિર્દી પર એક ડાઘ છે.
23 ઓક્ટોબર 2025ના રોજ એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ODIમાં, વિરાટ કોહલી ફક્ત ચાર બોલનો સામનો કરીને શૂન્ય આઉટ થઇ ગયો હતો. આ શ્રેણીમાં વિરાટ સતત બીજી વખત શૂન્ય પર આઉટ થયો હતો, પર્થમાં પ્રથમ ODIમાં પણ 8 બોલમાં શૂન્ય પર આઉટ થયો હતો. કોહલીના 17 વર્ષની ODI કારકિર્દીમાં આ પહેલી વાર છે જ્યારે તે સતત 2 મેચમાં શૂન્ય આઉટ થયો છે. વિરાટ એડિલેડમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે, પરંતુ આ મેચમાં તેનું બેટ ન ચાલી શક્યું અને તે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટે LBW આઉટ કર્યો.
વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે. તે હવે તેની કારકિર્દીમાં 40મી વખત શૂન્ય (ઝીરો) પર આઉટ થયો હતો. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના મામલે ફાસ્ટ બોલર ઇશાંત શર્માની બરાબરી કરી લીધી છે. વિરાટ હવે ભારત માટે શૂન્ય પર સૌથી વધુ આઉટ થવાની યાદીમાં બીજા ક્રમે છે. આ એક એવો રેકોર્ડ છે જેની વિરાટ કે તેના ચાહકોએ અપેક્ષા રાખી ન હોય. ફાસ્ટ બોલર ઝહીર ખાન આ યાદીમાં ટોચ પર છે. ઝહીર તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં 43 વખત શૂન્ય પર આઉટ થયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp