ICCએ એશિયા કપ વિવાદને લઈને 4 ખેલાડીઓએ પર કરી કાર્યવાહી! હારિસ રઉફને 2 મેચ માટે સસ્પેન્ડ કર્યો,

ICCએ એશિયા કપ વિવાદને લઈને 4 ખેલાડીઓએ પર કરી કાર્યવાહી! હારિસ રઉફને 2 મેચ માટે સસ્પેન્ડ કર્યો, સૂર્યા પર...

11/05/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ICCએ એશિયા કપ વિવાદને લઈને 4 ખેલાડીઓએ પર કરી કાર્યવાહી! હારિસ રઉફને 2 મેચ માટે સસ્પેન્ડ કર્યો,

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની બેઠક મંગળવારથી દુબઈમાં શરૂ થઈ હતી. બેઠક દરમિયાન એશિયા કપનો વિવાદ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ICCએ પાકિસ્તાની ખેલાડી હારિસ રઉફને બે મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો, જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને તેની મેચ ફીના 30% દંડ ફટકારવામાં આવ્યો હતો. 2025ના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ સહિત 3 મેચ રમાઈ હતી. આ મેચો દરમિયાન ખેલાડીઓ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો, જેને ICCએ આચારસંહિતાનું ઉલ્લંઘન માન્યું હતું.

દુબઈમાં ચાલી રહેલી આ બેઠકમાં ICCએ ભારત-પાકિસ્તાન મેચો દરમિયાન ખેલાડીઓ દ્વારા આચારસંહિતા ઉલ્લંઘનના કેસ પર પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. ICCએ તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હારિસ રઉફ અને સાહિબજાદા ફરહાન સહિત વિવિધ મેચોમાં 5 ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ બધા મામલા સપ્ટેમ્બર 2025માં રમાયેલી ત્રણ એશિયા કપ મેચો (14 સપ્ટેમ્બર, 21 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરના રોજ) સાથે સંબંધિત છે. આ કેસોની સુનાવણી અમીરાત ICC એલિટ પેનલ ઓફ મેચ રેફરીના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.


સૂર્યકુમાર યાદવને મેચ ફીનો 30 ટકા દંડ

સૂર્યકુમાર યાદવને મેચ ફીનો 30 ટકા દંડ

14 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની પહેલી મેચ રમાઈ હતી. મેચ રેફરી રિચી રિચાર્ડસને આ મેચ દરમિયાન બનેલી ઘટના અંગે સુનાવણી હાથ ધરી હતી. સૂર્યકુમાર યાદવને ICC આચારસંહિતાની કલમ 2.21ના ​​ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે રમતની ભાવનાને ઠેસ પહોંચાડતા આચરણ સાથે સંબંધિત છે. તેને તેની મેચ ફીના 30 ટકા દંડ અને બે ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા હતા.

સાહિબજાદા ફરહાન (પાકિસ્તાન)ને આજ કલમનું ઉલ્લંઘન કરવા બદલ સત્તાવાર ચેતવણી અને એક ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો હતો. હારિસ રઉફ (પાકિસ્તાન)ને પણ આ જ ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેને તેની મેચ ફીના 30 ટકા દંડ અને બે ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા હતા.

21 સપ્ટેમ્બરે રમાયેલી મેચની સુનાવણી મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા કરવામાં આવી હતી. અર્શદીપ સિંહ (ભારત) પર કલમ 2.6 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો હતો, જે આપત્તિજનક ઇશારા સાથે સંબંધિત છે. જોકે, તપાસ બાદ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો અને કોઈ દંડ લાદવામાં આવ્યો ન હતો.

જોકે, ટુર્નામેન્ટની ફાઇનલ માટે 2 ખેલાડીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જસપ્રીત બુમરાહ (ભારત) પર કલમ ​2.21 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેને સત્તાવાર ચેતવણી અને એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો. તેણે સજા સ્વીકારી લીધી હતી, એટલે ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી.

હારિસ રઉફ (પાકિસ્તાન)ને ફરી એકવાર તે જ કલમનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. રિચી રિચાર્ડસનની અધ્યક્ષતામાં યોજાયેલી સુનાવણીમાં તેને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો અને બે વધારાના ડિમેરિટ પોઈન્ટ મળ્યા હતા.


રઉફ 2 મેચ માટે સસ્પેન્ડ

રઉફ 2 મેચ માટે સસ્પેન્ડ

રઉફ બે વાર દોષિત સાબિત થયો હતો. આ સાથે રઉફના કુલ ડિમેરિટ પોઈન્ટ ચાર પર પહોંચી ગયા છે, જેનાથી તેને 2 સસ્પેન્શન પોઈન્ટ મળ્યા છે. ICCના અનુશાસનાત્મક માળખા મુજબ, આ સજા તેને 4 અને 6 નવેમ્બર 2025ના રોજ દક્ષિણ આફ્રિકા સામેની બે ODI મેચોમાંથી સસ્પેન્ડ કરે છે.

ICCના નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી 24 મહિનાના સમયગાળામાં 4 કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ થઈ જાય છે, તો તેને સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત કરવામાં આવે છે. બે સસ્પેન્શન પોઈન્ટ એટલે એક ટેસ્ટ અથવા બે ODI/T20 મેચો માટે પ્રતિબંધ. 24 મહિના પછી ડિમેરિટ પોઈન્ટ સમાપ્ત થઈ જાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top