હવસની આગમાં બે-બે લોકોની હત્યા કરનાર ઝડપાયો, તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસાઓ! સાંભળી માથું પકડી લેશો, જાણો
સુરતના ઉધના વિસ્તારના પટેલનગરમાં એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના બની હતી, જેમાં એક બનેવીએ પોતાની જ સાળી સાથે લગ્ન કરવાની જીદમાં બે નિર્દોષની હત્યા કરી નાખી અને તેની સાસુને પણ ગંભીર રીતે ઘાયલ કરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હત્યારા સંદીપ ગૌરની સુરત પોલીસે ધરપકડ કરી છે.
આ હત્યાઓ મામલે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. હત્યારો અને મૃતક મમતા વર્ષ 2021થી પ્રેમ સંબંધમાં હતા. ખાનગી ફેશન ડિઝાઇનિંગ ફર્મમાં બંને સાથે કામ કરતા હતા. જ્યાં કામે જવા સાથે અવરજવર કરતા હતા. મમતા આરોપી સંદીપના ઉધના સ્થિત પોતાની બહેનના ઘરે જ રહેતી હતી. પરંતુ બાદમાં હત્યારાની પત્ની અને તેણીના પરિવારને આ બાબતની જાણ થઈ ગઈ હતી. જેથી મમતાને પરત ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ બોલાવી લેવામાં આવી હતી. જેથી બંનેના પ્રેમ સંબંધ પર પૂર્ણ વિરામ લાગી ગયો હતો.
દરમિયાન ગત 4 ઓક્ટોબરે મમતા પોતાના ભાઈ નિશ્ચય અને માતા સંકુતલા સાથે પરત સુરત ખરીદી માટે આવી હતી. લગ્નની ખરીદી માટે આવેલી મમતા જોડે સંદીપે લગ્ન કરવાની જીદ કરી હતી. જે બાદ પરિવાર વચ્ચે આ વાત મૂકાતા મમતાએ લગ્ન કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. જ્યાં સંદીપે ઉશ્કેરાયને ઘાતક હથિયાર વડે મમતા પર હુમલાનો પ્રયાસ કરતા નિશ્ચય વચ્ચે પડ્યો હતો. જ્યાં તેણે મમતાના ભાઈ પર ઘાતક હથિયાર લઈ તૂટી પડ્યો અને મમતાને પર પણ જીવલેણ હુમલો કર્યો. વચ્ચે પડેલી સાસુ શકુંતલા પર હુમલો કરતા ત્રણેય ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટના બાદ ત્રણેયને હોસ્પિટલ ખસેડતા મમતા અને નિશ્ચયનું કરુણ મોત થયું હતું. આરોપી સંદીપને પહેલાથી જ સંતાનમાં ત્રણ બાળકો છે. અનૈતિક સબંધોની જાળમાં ફરી એક હસતા રમતા પરિવારનો કરુણ અંજામ આવ્યો છે. જ્યાં આરોપીએ હવસની આગમાં સાળી અને સાળાને મોતને ઘાટ ઉતારી દીધા છે. વધું કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp