88 કરોડમાં એક ટોયલેટ સીટ વેચી રહ્યો છે શખ્સ, આખરે કેમ આટલું મોંઘું વેચાશે ટોયલેટ?
હાલમાં એક ટોયલેટ સીટ ચર્ચાનો વિષય છે, જેની કિંમત 88 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પ્રખ્યાત ઇટાલિયન કલાકાર મૌરીઝિયો કેટેલનનું 18 કેરેટ શુદ્ધ સોનાનું ટોયલેટ 18 નવેમ્બરે ન્યૂયોર્કમાં સોટબી હરાજીમાં રજૂ કરવામાં આવશે. તે અસાધારણ કારીગરીથી બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે અને તેનું વજન 223 પાઉન્ડ છે. શરૂઆતની બોલી 10 મિલિયન ડોલર (આશરે 88 કરોડ રૂપિયા) રાખવામાં આવી છે. સોટબીનું માનવું છે કે બોલી વધુ વધી શકે છે.
સોનાના સિંહાસન જેવી લાગતી ટોયલેટ સીટ 8 નવેમ્બરથી સોટબીના નવા મુખ્યાલય, બ્રેઉર બિલ્ડિંગના બાથરૂમમાં પ્રદર્શિત કરવામાં આવશે. મુલાકાતીઓને આ ટોયલેટ જોવાની તક મળશે. આ અગાઉ, આજ ટોયલેટ સીટને ગુગનહાઇમ મ્યુઝિયમ (2016)માં સામાન્ય લોકોના ઉપયોગ માટે રાખવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું છે કે તેના પર કોઈ નહીં બેસે. સોટબીના નિષ્ણાત ડેવિડ ગેલ્પેરિને કહ્યું કે, ‘અમે નથી ઇચ્છતા કે લોકો કળા પર બેસે.’ કેટેલેને આ કલાકૃતિને એક વિરોધાભાસી સામાજિક ટિપ્પણી તરીકે બનાવી અને તેનું નામ અમેરિકા રાખ્યું. તેમણે કહ્યું હતું કે તેઓ સૌથી ઓછા મહાન અને સૌથી આવશ્યક સ્થાન’માં રાખવા માગતા હતા.
આ સોનાનું ટોયલેટ સૌપ્રથમ 2016માં ન્યૂયોર્કના ગુગેનહાઇમ મ્યુઝિયમમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઘણા વિવેચકોએ તેની સરખામણી દાદા ચળવળના કલાકાર માર્સેલ ડુશાંપના 1917ના પોર્સેલિન યુરિનલ "ફાઉન્ટેન" સાથે કરી હતી. તેને જોવા અને ઉપયોગ કરવા માટે લગભગ 100,000 લોકો લાઇનમાં ઉભા હતા. ભૂતપૂર્વ પોસ્ટ લેખક ક્રિસ પેરેઝે તેનો ઉપયોગ કરવાનો પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, ‘તે મારા અત્યાર સુધીના સૌથી સ્મૂથ અને શાનદાર અનુભવોમાંથી એક હતો. તેમણે એમ પણ કહ્યું કે, ‘સોનેરી કટોરામાં પાણીનું ફરવું, સમગ્ર અનુભવનો સૌથી સંતોષકારક હિસ્સો હતો.’
તમને યાદ હશે કે થોડા સમય અગાઉ, સોશિયલ મીડિયા પર કેટલાંય તસવીર વાયરલ થઈ હતી, જેને ટેપ દ્વારા દીવાલ પર ચૂંટાડવામાં આવી હતી. આ કલાકૃતિ પણ શૌચાલય કલાકાર દ્વારા બનાવવામાં આવી હતી. તે 6 મિલિયન ડોલરમાં વેચાઇ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp