‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કેમ ન ફરી દિશા વાકાણી? ભાઈએ જણાવ્યું અસલી કારણ

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કેમ ન ફરી દિશા વાકાણી? ભાઈએ જણાવ્યું અસલી કારણ

09/17/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કેમ ન ફરી દિશા વાકાણી? ભાઈએ જણાવ્યું અસલી કારણ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય સિટકોમ્સમાંથી એક છે, જે વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં, આ શૉ અને શૉના નિર્માતા અસિત મોદી પણ ઘણા વિવાદોમાં રહ્યા છે. એક તરફ જ્યાં ઘણા કલાકારોએ શૉ છોડી દીધો હતો, તો કેટલાક લોકોએ અસિત મોદી પર ફી ન ચૂકવવાનો અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. આ લોકપ્રિય શૉથી દૂરી બનાવનારા સ્ટાર્સમાં શૉની મુખ્ય અભિનેત્રી દિશા વાકાણીનું નામ પણ શામેલ છે, જે દયાબેનના પાત્રથી દર્શકોનું મનોરંજન કરી રહી હતી. દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી પ્રિય પાત્રોમાંથી એક છે, જેના કારણે દર્શકો દિશા વાકાણીના શૉમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમની રાહ હજુ પૂરી થઈ નથી. આ દરમિયાન દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણીએ દિશાના શૉમાં પરત ન ફરવાનું કારણ જાહેર કર્યું છે.


દિશા વાકાણી શૉમાં પાછા ન ફરવાનું કારણ શું છે?

દિશા વાકાણી શૉમાં પાછા ન ફરવાનું કારણ શું છે?

દિશા વાકાણીના ઓન-સ્ક્રીન અને વાસ્તવિક જીવનના ભાઈ મયુર વાકાણીએ ઇ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં ખૂલીને અસિત મોદીના શૉમાં દિશા જોવા ન મળવાનું કારણ જણાવ્યું. મયુરે જણાવ્યું કે દિશા દયાબેન તરીકે શૉમાં પાછી ફરી રહી નથી, કારણ કે તે હાલમાં પોતાનો બધો સમય પોતાના પરિવારને આપવા માગે છે અને તેના બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે.

આ અંગે વાત કરતા મયુર વાકાણીએ કહ્યું કે, 'મેં તેની સફર ખૂબ નજીકથી જોઈ છે, કારણ કે હું તેનાથી 2 વર્ષ મોટો છું. એક વાત જે મેં સમજી છે તે એ છે કે જ્યારે તમે તમારું કામ પ્રામાણિકતા અને વિશ્વાસ સાથે કરો છો, ત્યારે તમને ભગવાનના આશીર્વાદ મળે છે. તે ખરેખર ધન્ય છે, પરંતુ સાથે જ તેણે ખૂબ મહેનત પણ કરી છે. આ જ કારણ છે કે લોકોએ દિશાના દયાબેન તરીકેના પાત્રને આટલો પ્રેમ આપ્યો છે.'

મયુર વાકાણી આગળ કહે છે કે, ‘મારા પિતાએ હંમેશા અમને જીવનમાં તેમજ એક અભિનેતા તરીકે યોગ્ય રીતે શીખવ્યું છે. આપણને જે પણ પાત્રો આપવામાં આવે છે, આપણે તેને પૂરી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી ભજવવા જોઈએ. અમે અત્યારે પણ તેમણે શીખવેલી બાબતોનું પાલન કરીએ છીએ. આજકાલ તે વાસ્તવિક જીવનમાં માતાની ભૂમિકા ભજવી રહી છે અને આ ભૂમિકા પૂર્ણ સમર્પણ સાથે ભજવી રહી છે. મને ખાતરી છે કે મારી બહેન પણ હંમેશા અમારા પિતાના શબ્દો તેના મનમાં રાખે છે.'


દિશા વાકાણી 2018થી શૉથી દૂર છે

દિશા વાકાણી 2018થી શૉથી દૂર છે

દિશા વાકાણીની વાત કરીએ તો, તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના પાત્રથી ખૂબ લોકપ્રિયતા મેળવી છે, તેણે વર્ષ 2018માં શૉથી દૂરી બનાવી લીધી હતી, પરંતુ આજે પણ દયાબેન તરીકેની તેની લોકપ્રિયતા અકબંધ છે. દિશા 2018માં મેટર્નીટી લીવ પર ગઈ હતી, ત્યારબાદ તે આજ સુધી શૉમાં પાછી ફરી નથી. લગભગ એક મહિના અગાઉ, અસિત મોદી પણ રક્ષાબંધન પર દિશાના ઘરે ગયા હયા, ત્યારબાદ એવી ચર્ચા હતી કે દિશા શૉમાં પાછી ફરી શકે છે, પરંતુ આવું ન થયું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top