ગુજરાત ભાજપના રાજકારણમાં ફરી ગરમાવો, એક પૂર્વ ધારાસભ્યે પત્ર જાહેર કરી ઠાલવી પોતાની વેદના, જાણો શું કહ્યું?
ગુજરાત ભાજપમાં રાજકારણને લઈને ફરી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડા જીલ્લાના કપડવંજ-કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા કનુભાઈ ડાભીએ પાત્ર દ્વારા ગંભીર આક્ષેપો જાહેર કર્યા છે. જાહેર જીવનમાં બે દાયકાથી વધુ સમય સુધી પાર્ટી માટે કરેલા નિષ્ઠાપૂર્વકના કાર્ય છતાં સ્થાનિક સ્તરે સતત અવગણના થતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. કનુભાઈ ડાભી ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે.
વાસ્તવમાં હાલની સ્થિતિએ ભાજપમાં કથિત રીતે અંદરખાને જૂથવાદ અને જૂના કાર્યકર્તાઓની અવગણનાને લઈને અસંતોષના અવાજ ઉઠવા લાગ્યા છે. કપડવંજ-કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીનો એક પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવ્યું છે કે, સ્થાનિક સ્તરે જૂથવાદ એટલો ઊંડે વસ્યો છે કે, એના કારણે પૂર્વ ધારાસભ્ય પદનું સન્માન જળવાતું નથી. વિકાસના કામોમાં સંકલન ન મળવું એ માત્ર કાર્યક્ષમતા પર, પણ પક્ષની અંદરની બૂનિયાદી સામૂહિકતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. રાજકારણમાં મતભેદ સ્વાભાવિક છે, પણ સંગઠનમાં સહકાર ન હોવો, તેના વલણ પર તીવ્ર પ્રશ્ન ઊભો થાય છે. કનુભાઈ ડાભીનું નિવેદન માત્ર વ્યક્તિગત દુઃખ નહીં, પણ જૂના કાર્યકર્તાઓના સન્માન અને પાર્ટી અંદરના સમતુલન અંગે એક ગંભીર સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ બધાની વચ્ચે ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદેશ પ્રમુખોની પસંદગીઓ પણ ચર્ચાનો વિષય બની રહી છે. એકબાજુ ભાજપ દેશમાં મજબૂત સંસ્થા તરીકે ઉભરી છે ત્યારે રાજ્ય સ્તરે સંગઠનનું નેતૃત્વ એવા નેતાઓને આપવામાં આવે છે જેમની કામગીરી કરતાં સંતુલિત સંવાદમાં ઓછો પ્રયાસ રહે છે. સંગઠનના સ્તરે કાર્યકર્તા સંવાદ, ભવિષ્યની યોજના અને જૂથવાદ વિરુદ્ધ લડવા માટે મજબૂત નેતૃત્વ જરૂરી બની ગયું છે.
કનુભાઈ ડાભી 2010ની પેટાચૂંટણીમાં કઠલાલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિજયી થયા હતા. તેમણે 21,547 મતની લીડથી કોંગ્રેસના ઘેલાભાઈ ઝાલાને હરાવ્યા હતા, જે ભાજપ માટે કઠલાલમાં પ્રથમ વિજય હતો. ધારાસભ્ય તરીકે તેમણે વિસ્તારના વિકાસ અને લોકસંપર્ક પર ભાર મૂક્યો હતો અને 2012ની સામાન્ય ચૂંટણીમાં તેઓ શંકરસિંહ વાઘેલાની સામે 6,597 મતથી પરાજિત થયા હતા.
View this post on Instagram A post shared by Kanubhai Dabhi (@kanubhai.dabhi)
A post shared by Kanubhai Dabhi (@kanubhai.dabhi)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp