12 જૂન 2025નો દિવસ ગુજરાત સહિત દેશભર માટે કાલમુખો સાબિત થયો હતો, જેને ભારત ક્યારેય નહીં ભૂલી શકે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાણ ભર્યા બાદ થોડી જ સેકંડોમાં, એર ઈન્ડિયા એક્સપ્રેસ બોઈંગ 787-8 ડ્રીમલાઈનર (ટેલ નંબર VT-ANB) ક્રેશ થઇ ગયું. લંડન જતી ફ્લાઈટમાં 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા, જેમાં માત્ર એક જ વ્યક્તિ ચમત્કારિક રીતે બચી ગયો. કાટમાળ અને ચીસો વચ્ચે એવી કહાણીઓ પણ હતી જેણે દરેકના રૂવાડા ઊભા કરી દીધા.
તેમાથી એક હતી ક લંડનના એક દંપતીની, જે માતા-પિતા બનવાનું સપનું પૂર્ણ કરવા માટે ભારત આવ્યું હતું.. 7 વર્ષ પ્રયાસ કર્યા બાદ જ્યારે તેમને આશાનું કિરણ મળ્યું, ત્યારે ભાગ્યએ તેમને કપટ કરી નાખ્યું. હવે, તેમના મૃત્યુ બાદ પણ તેમની કહાની અધૂરી નથી, પરંતુ કાયદાકીય અને નૈતિક પ્રશ્નોમાં ઘેરાયેલી છે.
લંડનનું આ દંપતીને લગ્નના 7 વર્ષ બાદ પણ બાળકનું સુખ મળી શક્યું નહોતું.. અસંખ્ય નિષ્ફળ પ્રયાસો બાદ તેમને IVFમાં તેમની છેલ્લી આશા દેખાઈ. વિદેશમાં આ પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ હતી, એટલે તેઓ ભારત પાછા ફર્યા. અમદાવાદના એક પ્રતિષ્ઠિત IVF સેન્ટરમાં સારવાર શરૂ થઈ. મહિનાઓના પરીક્ષણ, સારવાર અને શસ્ત્રક્રિયા બાદ, ડૉક્ટરોએ તેમના ભ્રૂણને સફળતાપૂર્વક સ્થિર કરી દીધું. જુલાઈમાં ભ્રૂણ ટ્રાન્સફર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ દંપતી ખૂબ જ ખુશ હતું, નવું જીવન શરૂ કરવાના સપનું જોતું હતું, પરંતુ ભાગ્યએ એ તક પણ છીનવી લીધી. એર ઇન્ડિયાના અકસ્માતે તેમના સપના, આશાઓ અને ભવિષ્ય બધાને ધૂળમાં મળાવી દીધા.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, દંપતી વારંવાર IVF પ્રક્રિયાઓ માટે અમેરિકા અને ભારત વચ્ચે મુસાફરી કરતું હતું. જ્યારે તેઓ આખરે સફળ થયા, ત્યારે ડૉક્ટરરોએ ભ્રૂણને સુરક્ષિત રીતે સ્થિર કરી દીધું. અકસ્માત બાદ ભ્રૂણને અમદાવાદના IVF સેન્ટરમાં સાચવવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે, શું તે ભ્રૂણનું કોઈ ભવિષ્ય છે? શું તે બીજા ગર્ભાશયમાં આ જીવન જન્મ લઈ શકશે?
IVF નિષ્ણાતોનું કહેવું છે કે આ કેસ અત્યંત દુર્લભ છે. ભારતીય કાયદા હેઠળ, ‘અનાથ ભ્રૂણ’ને દાન કરી શકાતું નથી અને મરણોત્તર સરોગસી પર સખત પ્રતિબંધ છે. જો કે, દંપતી બ્રિટિશ નાગરિક હોવાથી કાયદાકીય ઉપાય અસ્તિત્વમાં છે. ભારતના રાષ્ટ્રીય સહાયિત પ્રજનન ટેકનોલોજી (ART) અને સરોગસી બોર્ડની પરવાનગી સાથે, ગર્ભ વિદેશ મોકલી શકાય છે, જ્યાં ઇચ્છિત માતા-પિતા સરોગસીનો વિકલ્પ પસંદ કરી શકે છે. વર્તમાન ART કાયદા હેઠળ ગર્ભને 10 વર્ષ સુધી સાચવી શકાય છે, અને ખાસ પરવાનગી સાથે આ સમયગાળો 20 વર્ષ સુધી વધારી શકાય છે.
આ કહાની માત્ર એક અકસ્માતની નથી, પરંતુ માનવતા અને ટેકનોલોજીની મર્યાદાઓની પણ છે. એક એવું બ્રૂણ, જેના, માતા-પિતા હવે જીવંત નથી, પરંતુ તે અત્યારે પણ જીવિત છે, અને ઠંડા પ્રવાહી નાઇટ્રોજનમાં પોતાના જન્મની રાહ જોઈ રહ્યું છે. શું તે એક દિવસ જન્મશે? કે પછી તે હંમેશાં માટે અધૂરી આશા રહેશે? કદાચ સમય જ જવાબ આપશે.