IPL 2026ની હરાજી પર મોટું અપડેટ, જાણો આ વખતે ક્યાં અને ક્યારે થશે ઓક્શન

IPL 2026ની હરાજી પર મોટું અપડેટ, જાણો આ વખતે ક્યાં અને ક્યારે થશે ઓક્શન

10/14/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL 2026ની હરાજી પર મોટું અપડેટ, જાણો આ વખતે ક્યાં અને ક્યારે થશે ઓક્શન

IPL 2026ની હરાજી તાજેતરમાં ચર્ચામાં રહી છે, એક નવું અપડેટ છે કે BCCI આ વખતે ભારતમાં હરાજી કરાવી શકે છે. સાઉદીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રસ દાખવ્યા બાદ BCCIએ 2024ની હરાજી દુબઈમાં યોજી હતી. ત્યારબાદ, 2025ની હરાજી જેદ્દાહમાં યોજાઈ હતી. હવે, ક્રિકબઝના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે 2026ની મિની હરાજી ભારતમાં યોજાય તો નવાઈ નહીં.


બેંગલુરુમાં સૌથી વધુ વખત IPLની હરાજી થઈ

બેંગલુરુમાં સૌથી વધુ વખત IPLની હરાજી થઈ

અત્યાર સુધી BCCIએ IPL 2026ની હરાજીની તારીખ અથવા વેન્યૂ અંગે કોઈ વિગતો જાહેરાત કરી નથી. જો કે, અહેવાલો અનુસાર હરાજી 13-15 ડિસેમ્બરની વચ્ચે યોજાઈ શકે છે. ગયા વર્ષે IPL 2025ની મેગા ઓક્શન જેદ્દાહમાં યોજાઈ હતી. બેંગલુરુ એ શહેર છે જેણે સૌથી વધુ વખત IPL હરાજીનું આયોજન કર્યું છે. કુલ 7 વખત બેંગલુરુમાં હરાજીનું આયોજન કરવાયું છે. જો કે, તાજેતરના વર્ષોમાં અમદાવાદને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. 2022માં ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીના આગમન બાદ 4માંથી 3 IPL ફાઇનલ અમદાવાદમાં રમાઈ છે. શક્ય છે કે આ વર્ષે અમદાવાદ પણ હરાજીનું આયોજન થઈ શકે છે.


છેલ્લી વખત હરાજી ભારતમાં 2023માં યોજાઈ હતી

છેલ્લી વખત હરાજી ભારતમાં 2023માં યોજાઈ હતી

છેલ્લી વખત હરાજી ભારતમાં 2023માં યોજાઈ હતી, જ્યારે કોચીમાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. બેંગલુરુમાં 7 વખત અને ચેન્નાઈમાં 3 વખત હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. 2008માં પહેલી સીઝન બાદ મુંબઈમાં ક્યારેય હરાજીનું આયોજન કરવવામાં આવ્યું નથી.

અહેવાલો અનુસાર, ખેલાડીઓની લિસ્ટ સબમિટ સબમિટ કરવાની અંતિમ તારીખ 15 નવેમ્બર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ઘણા મોટા ખેલાડીઓને રીલિઝ કરી શકે છે, ખાસ કરીને સંજુ સેમસન, જે તાજેતરના મહિનાઓથી ખૂબ ચર્ચામાં રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top