બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની અંદર ફરી ફસાયો પેંચ, ચિરાગ પાસાવાને JDUની આ સીટો પર ઠોક્યો દાવો
બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં ચિરાગ પાસવાનના નેતૃત્વ હેઠળના લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના દાવાને કારણે બેઠકોની વહેંચણીનો મુદ્દો વધુ જટિલ બન્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જનતા દળ યુનાઇટેડ (JDU)ની કેટલીક વર્તમાન અને મહત્ત્વપૂર્ણ બેઠકો પર ચિરાગ પાસવાનના દાવાથી મડાગાંઠ સર્જાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકો પરંપરાગત JDU બેઠકો છે.
રાજગીર: આ JDUની વર્તમાન બેઠક છે, પરંતુ LJP(R) તેને પોતાના પક્ષમાં સમાવવા માટે અડગ દેખાઈ રહી છે, જેના કારણે વાતચીત અટકી ગઈ છે.
સોનબરસા: આ બેઠક JDU માટે વધુ સંવેદનશીલ છે કારણ કે મંત્રી રત્નેશ સદા હાલમાં અહીંથી ધારાસભ્ય છે અને JDU તેમને પહેલેથી જ પ્રતિક પણ જાહેર કરી ચૂકી છે. JDU આ બેઠક ચિરાગને આપવા તૈયાર નથી.
મોરવા: 2020ની ચૂંટણીમાં JDUએ લગભગ 11,000 મતોથી આ બેઠક ગુમાવી હોવા છતા JDU મોરવા બેઠક ચિરાગ પાસવાનને આપવા માટે તૈયાર નથી.
JDUએ સોનબરસા બેઠક માટે તેના વર્તમાન ધારાસભ્ય અને મંત્રી રત્નેશ સદાને પોતાનું પ્રતિક આપ્યું હોવા છતા આ બેઠકો પર કબજો મેળવવાનો ચિરાગ પાસવાનનો આગ્રહ NDAમાં સર્વસંમતિ બનાવવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી રહ્યો છે. JDUની તારાપુર બેઠક આ વખતે ભાજપને મળી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અહીંથી ચૂંટણી લડશે અને સમ્રાટ 16 ઓક્ટોબરે પોતાનું નામાંકન દાખલ કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp