પ્રેમાનંદ મહારાજ માટે દુવા કરનારને મોતને ઘાટ ઉતારવાની ધમકી! જાણો આ કેસમાં કેટલી સજા મળે છે?
ઉત્તર પ્રદેશના મથુરા-વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજના સ્વાસ્થ્ય માટે દેશભરમાં પ્રાર્થના અને દુવાઓનો વરસાદ થઈ રહ્યો છે. તાજેતરમાં, પ્રેમાનંદ મહારાજની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જાત-જાતની વાતો દેશભરમાં થવા લાગી. આ દરમિયાન, સુફિયાન ઇલાહાબાદી નામના વ્યક્તિએ મદીના શરીફમાં ઉમરાહ યાત્રા દરમિયાન મસ્જિદ-એ-નબવીમાં પ્રેમાનંદ મહારાજ માટે દુવા કરી હતી, જેનો એક વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. હવે સુફિયાનને કટ્ટરપંથીઓ તરફથી જીવથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ચાલો આપણે આ આ આર્ટિકલમાં જાણીએ કે આ કેસ કઈ જોગવાઈઓ હેઠળ સજાપાત્ર છે અને કેટલી સજા થઈ શકે છે.
કોઈને મારી નાખવાની ધમકી આપવા અથવા ભય અને અસુરક્ષાનું વાતાવરણ બનાવવા પર ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC)ની કલમ 351 હેઠળ કાર્યવાહી કરી શકાય છે. જો કે, પ્રશ્ન એ ઊભો થાય છે કે આ કલમ, અથવા BNSની કલમ 351(1) (2) (3) (4) ક્યારે લાગુ કરવામાં આવે છે, અને જો એમ હોય તો, કેટલી સજા મળે છે? સૌથી પહેલા જ્યારે ફરિયાદી FIR દાખલ કરે છે, ત્યારે FIRમાં ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) હેઠળની પ્રથમ કલમનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ આ કલમો હેઠળ કોર્ટમાં કાર્યવાહી શરૂ કરવામાં આવે છે, જેના પરિણામે આરોપીને 7 વર્ષ સુધીની જેલ અને ભારે દંડ થઈ શકે છે. અથવા, વધુ ગંભીર કિસ્સાઓમાં જો દોષિત ઠેરવવામાં આવે છે, તો તેમને કેદ અને દંડ બંનેનો સામનો કરવો પડી શકે છે.
જોકે, જાનથી મારી નાખવાની ધમકીના કિસ્સાઓમાં પોલીસ સામાન્ય રીતે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 351(3)નો ઉપયોગ કરે છે, જેમાં કોઈ શખ્સને ગંભીર ઇજા પહોંચાડવા, જાનથી મારી નાખવા અથવા ફરિયાદીના પરિવારના સભ્યોને ગંભીર શારીરિક નુકસાન, હત્યા અથવા શારીરિક નુકસાન પહોંચાડવાની વાત કરે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ નામ અને ઓળખ છુપાવીને ધમકી આપીને કોઈને હેરાન કરવાનો દોષી સાબિત થાય છે, તો તેને ઓછામાં ઓછી 2 વર્ષની જેલની સજા અને ભારે દંડ થઈ શકે છે. જોકે BNSન કલમ 351(4) આ શરત પર લાગુ પડે છે. જોકે, જાનથી મારી નાખવાની ધમકીના કિસ્સાઓમાં, કલમ 351(3) હેઠળ સજા લાદવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp