‘સેહવાગના ત્રેવડી સદીનો રેકોર્ડ તોડી દેશે યશસ્વી જાયસ્વાલ’, પૂર્વ ભારતીય દિગ્ગજે કરી ભવિષ્યવાણી

‘સેહવાગના ત્રેવડી સદીનો રેકોર્ડ તોડી દેશે યશસ્વી જાયસ્વાલ’, પૂર્વ ભારતીય દિગ્ગજે કરી ભવિષ્યવાણી

10/13/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

‘સેહવાગના ત્રેવડી સદીનો રેકોર્ડ તોડી દેશે યશસ્વી જાયસ્વાલ’, પૂર્વ ભારતીય દિગ્ગજે કરી ભવિષ્યવાણી

પૂર્વ ભારતીય બેટ્સમેન મોહમ્મદ કૈફે યશસ્વી જાયસ્વાલની પ્રશંસા કરી છે. તેમણે યુવા ઓપનરના ટેમ્પરામેંટ અને કંસીસ્ટેન્સીની પ્રશંસા કરતા કહ્યું છે કે જાયસ્વાલમાં એ કુશળતા છે, જેનાથી તે ટેસ્ટ ક્રિકેટમાં વીરેન્દ્ર સેહવાગનો ત્રિપલ સેન્ચુરીનો રેકોર્ડ તોડી શકે છે. 23 વર્ષીય ડાબોડી બેટ્સમેન ફરી એકવાર પોતાનો ક્લાસ બતાવી રહ્યો છે, દિલ્હીમાં બીજી ટેસ્ટના પહેલા દિવસે શાનદાર 175 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ સાથે ગેરસમજને કારણે તેના રનઆઉટથી તેની ઇનિંગનો અંત આવ્યો હતો, પરંતુ તેણે ભારતને પહેલાથી જ મજબૂત સ્થિતિમાં મૂકી દીધું હતું.


મોહમ્મદ કૈફે શું કહ્યું

મોહમ્મદ કૈફે શું કહ્યું

કૈફ જાયસ્વાલની પરિપક્વતા અને શોટ પસંદગીથી પ્રભાવિત થયો હતો અને તેની તુલના વિરાટ કોહલી અને સચિન તેંદુલકર સાથે કરી હતી. પૂર્વ ક્રિકેટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, ‘યશસ્વી જયસ્વાલ એક એવો બેટ્સમેન છે જેની પાસે મોટી ઇનિંગ રમવાની ધીરજ અને નવા રેકોર્ડ બનાવવાની ક્ષમતા છે. પ્રથમ 26 મેચમાં તેના આંકડા સચિન અને વિરાટ જેવા છે. તે ઉચ્ચ સ્ટ્રાઇક રેટથી સ્કોર કરે છે અને તેની સદીઓ ઘણીવાર ભારતને જીત તરફ લઈ જાય છે. જાયસ્વાલ જ સેહવાગનો 300 રનનો રેકોર્ડ તોડશે.


સેહવાગ ત્રેવડી સદી ફટકર્ણ પ્રથમ ભારતીય બેટ્સમેન

સેહવાગ ત્રેવડી સદી ફટકર્ણ પ્રથમ ભારતીય બેટ્સમેન

ભારતના દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગ ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન હતા. તેમણે આ ઉપલબ્ધિ બે વાર મેળવી 2004માં મુલતાનમાં પાકિસ્તાન સામે (309 રન) અને 2008માં ચેન્નાઈમાં દક્ષિણ આફ્રિકા સામે (319 રન).

કૈફની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે જાયસ્વાલ પોતાની ઉંમર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યો છે. 24 વર્ષની ઉંમર પહેલા ઓપનર તરીકે સાત ટેસ્ટ સદી ફટકારનાર જાયસ્વાલ આ યાદીમાં માત્ર ગ્રીમ સ્મિથ સાથે બરાબર છે. આ આંકડા તેને ભારતના સૌથી વિશ્વસનીય બેટ્સમેનોમાંનો એક બનાવે છે.

સચિન તેંદુલકર સિવાય બીજા કોઈએ 24 વર્ષની ઉંમર પહેલા ભારત માટે આટલી બધી ટેસ્ટ સદી ફટકારી ન હતી. જાયસ્વાલની આક્રમકતા અને ધીરજનું ઉત્તમ સંતુલન તેને યુવા પેઢીના બેટ્સમેનોથી અલગ પાડે છે. જયસ્વાલના આઉટ થયા બાદ, કેપ્ટન શુભમન ગિલે જવાબદારી સંભાળી અને અણનમ 129 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજા (3/37) અને કુલદીપ યાદવ (1/45) એ વેસ્ટ ઈન્ડિઝ પર દબાણ લાવ્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top