પાકિસ્તાને જેને મારવાનો દાવો કર્યો એ તો જીવતો જ નીકળ્યો, બોલ્યો- ‘હું તો....’

પાકિસ્તાને જેને મારવાનો દાવો કર્યો એ તો જીવતો જ નીકળ્યો, બોલ્યો- ‘હું તો....’

10/17/2025 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાને જેને મારવાનો દાવો કર્યો એ તો જીવતો જ નીકળ્યો, બોલ્યો- ‘હું તો....’

ગયા ગુરુવારે (9 ઓક્ટોબર, 2025) પાકિસ્તાની સેનાએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના  જે પ્રમુખ નૂર વલી મહસુદને મારવા માટે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હવાઈ હુમલો કર્યો હતો, તેનાથી ન માત્ર અફઘાનિસ્તાન સાથેના સંબંધો બગડ્યા, પરંતુ બંને સેનાઓ વચ્ચે બે ભીષણ અથડામણો પણ થઈ હતી, પરંતુ આ TTPના વડા નૂર વલી મહસુદ જેના વિશે પાકિસ્તાન દાવો કરે છે કે તે અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે અને અફઘાનિસ્તાન પર આડેધડ હુમલાઓ કરી રહ્યો છે, તે પાકિસ્તાનની ધરતી પર ફરી રહ્યો છે અને વીડિયો બનાવી રહ્યો છે.


TTPએ નૂર વલી મહસુદનો વીડિયો જાહેર કર્યો

TTPએ નૂર વલી મહસુદનો વીડિયો જાહેર કર્યો

ગુરુવારે TTPની સત્તાવાર ચેનલ ઓમર મીડિયાએ તેના વડા નૂર વલી મહસુદ ઉર્ફે અબુ મન્સૂર અસીમનો 7 મિનિટ 55 સેકન્ડનો વીડિયો જાહેર કર્યો. વીડિયો મુજબ નૂર વલી મહેસુદ અફઘાનિસ્તાનમાં નહીં પણ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ખૈબર જિલ્લાના પર્વતીય વિસ્તારમાં રહે છે, અફઘાનિસ્તાનમાં નહીં. તેની સાથે જ TTP દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં, નૂર વલી મહેસુદે દાવો કર્યો હતો કે ખૈબર પખ્તુનખ્વાના કુકી ખેલ અને કમ્બર ખેલ કબિલાઓ તેની સાથે છે.


મહેસુદનો વીડિયો પાકિસ્તાનના જુઠ્ઠાણાને ઉજાગર કરે છે

મહેસુદનો વીડિયો પાકિસ્તાનના જુઠ્ઠાણાને ઉજાગર કરે છે

છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન ખોટા પ્રોપગેંડા ફેલાવી રહ્યું છે કે, TTPના વડા અફઘાનિસ્તાનમાં છે અને ભારત તેની મદદ કરી રહ્યું છે. પરંતુ આજે નૂર વલી મહસુદનો વીડિયો જાહેર થતા પાકિસ્તાનનું એ જુઠ્ઠાણું ધ્વસ્ત થઈ ગયું કે, નૂર વળી મહાસુદ અફઘાનિસ્તાનમાં છે, પરંતુ નૂરનો વીડિયો પાકિસ્તાનની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે, જે પાકિસ્તાનમાં હાજર હોવા છતા તેને પકડવામાં નિષ્ફળ રહી, પરંતુ ખોટી અને પાયાવિહોણી માહિતીના આધારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હુમલાઓ પણ શરૂ કર્યા હતા. જોકે, આ વીડિયો રિલીઝ થતા હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે નૂર વલી મહસુદ 9 ઓક્ટોબરે કાબુલમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં સામેલ નહોતો; ન તો તે માર્યો ગયો કે ન તો તેના શરીર પર ખરોચ આવી. પાકિસ્તાની મીડિયા અને તેના પ્રોપગેંડા એકાઉન્ટસ પર દાવો કરવામાં આવ્યો હતો કે નૂર વલી મહસુદ 9 ઓક્ટોબરે કાબુલ પર થયેલા હુમલામાં નિશાન બનાવવામાં આવેલી લેન્ડ ક્રુઝર કારમાં હતો.

હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કાબુલ અને અફઘાનિસ્તાનના અન્ય વિસ્તારો પર પાકિસ્તાની હુમલાઓ ન માત્ર પાકિસ્તાની સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા હતી, પરંતુ નાગરિકોને મારવાનું ઇરાદાપૂર્વકનું કાવતરું પણ હતું. અફઘાનિસ્તાનમાં TTPના ઠેકાણાઓ પર હુમલો કરવાની આડમાં, પાકિસ્તાની સૈન્યએ છેલ્લા 7 દિવસમાં 23થી વધુ નિર્દોષ અફઘાનોને મારી નાખ્યા છે અને 400થી વધુ લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top