ગુજરાતને આજે મળશે નવું મંત્રીમંડળ, આ નેતાઓને CMનો ફોન આવી ગયો

ગુજરાતને આજે મળશે નવું મંત્રીમંડળ, આ નેતાઓને CMનો ફોન આવી ગયો

10/17/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતને આજે મળશે નવું મંત્રીમંડળ, આ નેતાઓને CMનો ફોન આવી ગયો

ગુજરાતનાં રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ભારે હલચલ જોવા મળી રહી છે. સાથે જ મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓ ચાલી રહી હતી. એવામાં ગઇકાલે સાંજે મુખ્યમંત્રી સિવાયના તમામ નેતાઓએ રાજીનામાં લઈ લેવાયા હતા. તો આજે ગુજરાતને નવા મંત્રીમંડળ મળી જશે. એવામાં જાત જાતની અટકળો ચાલી રહી હતી. તો હવે જેમને મંત્રી બનાવવામાં આવશે તેમના નામ સામે આવ્યા છે.


આ મંત્રીઓને CMનો ફોન આવી ગયો

આ મંત્રીઓને CMનો ફોન આવી ગયો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે નવું મંત્રીમંડળ 11:30 કલાકે શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે.  CMએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને નવા મંત્રીમંડળની યાદી પણ સોંપી દીધી છે. પુરુષોત્તમ ઉલ્લેખનીય છે કે નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 26 સભ્યનું  છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા વર્તાઇ રહી છે.


ગુજરાતનું નવું મંત્રીમંડળ

ગુજરાતનું નવું મંત્રીમંડળ

ઋષિકેશ પટેલ-વિસનગર (મહેસાણા)-કડવા પટેલ

  1. પીસી. બરંડા– ભિલોડા (અરવલ્લી) – અનુસૂચિત જનજાતિ (ST)
  2. પ્રવિણ માળી– ડીસા (બનાસકાંઠા) – અન્ય પછાત વર્ગ (OBC)

દક્ષિણ ગુજરાત

  1. પ્રફુલ્લ પાનસરિયા– સુરત શહેર – લેઉઆ પાટીદાર
  2. કનુભાઈ દેસાઈ– પારડી (વલસાડ) – અનાવિલ બ્રાહ્મણ
  3. હર્ષભાઈ સંઘવી– સુરત શહેર – સામાન્ય શ્રેણી
  4. નરેશ પટેલ – ગણદેવી (નવસારી) – અનુસૂચિત જનજાતિ (ST)
  5. જયરામ ગામીત – નિઝર (તાપી) – અનુસૂચિત જનજાતિ (ST)
  6. ઈશ્વર પટેલ – હાંસોટ (ભરૂચ) – અન્ય પછાત વર્ગ (OBC)

સૌરાષ્ટ્ર

  1. કુંવરજી બાવળિયા – જસદણ (રાજકોટ) – કોળી
  2. પરસોત્તમભાઈ સોલંકી – ભાવનગર ગ્રામ્ય (ભાવનગર) – કોળી
  3. જીતુ વાઘાણી – ભાવનગર શહેર – પાટીદાર
  4. રીવાબા જાડેજા – જામનગર શહેર – ક્ષત્રિય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની
  5. કાંતિ અમૃતિયા — મોરબી — લેઉઆ પાટીદાર
  6. ત્રિકમ છાગા - અંજાર (કચ્છ) - અન્ય પછાત વર્ગ (OBC)
  7. અર્જુન મોઢવાડિયા — પોરબંદર — અન્ય પછાત વર્ગ (OBC)
  8. પ્રદ્યુમન વાઝા — કોડીનાર — અનુસૂચિત જાતિ (SC)
  9. કૌશિક વેકરિયા — અમરેલી — લેઉઆ પાટીદાર

મધ્ય ગુજરાત

  1. મનીષા વકીલ — વડોદરા શહેર — અનુસૂચિત જાતિ (SC)
  2. રમેશ કટારા — દાહોદ — અનુસૂચિત જનજાતિ (ST)
  3. કમલેશ પટેલ — પેટલાદ (આણંદ) — પાટીદાર
  4. દર્શના વાઘેલા - અસારવા (અમદાવાદ શહેર) - અનુસૂચિત જાતિ (SC)
  5. સંજય સિંહ મહિડા - મહુધા (ખેડા જિલ્લો) - અન્ય પછાત વર્ગ (OBC)

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top