સુપ્રીમ કોર્ટનો વક્ફ સંશોધન પર મહત્ત્વનો નિર્ણય, વક્ફ કાયદાની કેટલીક કલમો પર પ્રતિબંધ લગાવ્યો,

સુપ્રીમ કોર્ટનો વક્ફ સંશોધન પર મહત્ત્વનો નિર્ણય, વક્ફ કાયદાની કેટલીક કલમો પર પ્રતિબંધ લગાવ્યો, જાણો કે એક્ટને લઈને શું કહ્યું?

09/16/2025 National

SidhiKhabar

SidhiKhabar

સુપ્રીમ કોર્ટનો વક્ફ સંશોધન પર મહત્ત્વનો નિર્ણય, વક્ફ કાયદાની કેટલીક કલમો પર પ્રતિબંધ લગાવ્યો,

સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા સંબંધિત કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા સાથે જોડાયેલી કેટલીક કલમો પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે વક્ફ એક્ટની કલમ 3 અને કલમ 4 પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુનાવણી બાદ કોર્ટે કહ્યું કે, અમારી પાસે આખા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નિર્ણય કાયદાની બંધારણીયતા પર નથી. વક્ફ બોર્ડના CEO મુસ્લિમ સમુદાયના હોવા જોઈએ. વક્ફ બોર્ડમાં 11 સભ્યોમાંથી 3થી વધુ નોન-મસ્લિમો ન હોવા જોઈએ. કોર્ટે પણ આવક સંબંધિત કાયદા પર પ્રતિબંધ મૂક્યો છે.


કોર્ટે શું કહ્યું?

કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે વક્ફ એમેન્ડમેન્ટ એક્ટ 2025ની જોગવાઈ રહી છે, જે હેઠળ કોઈ વ્યક્તિને વક્ફ બનાવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ઇસ્લામના અનુયાયી હોવું અનિવાર્ય હતું. કોર્ટે કહ્યું કે, આ પ્રતિબંધ ત્યાં સુધી લાગૂ રહેશે, જ્યાં સુધી રાજ્ય સરકારો ઇસ્લામનો અનુયાયી છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે નિયમો ન બનાવે.  સુપ્રીમ કોર્ટે  વક્ફ એમેન્ડમેન્ટ એક્ટ 2025ના સંચાલન પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સંપત્તિને વક્ફ તરીકે સમર્પિત કરવા માટે 5 વર્ષ સુધી ઇસ્લામને અનુસરવાની સ્થિતિના અમલીકરણ પર પ્રતિબંધ મૂક્યો છે.

CJIએ કહ્યું કે અમે માનીએ છીએ કે કાયદાની બંધારણીયતા હંમેશાં તેની તરફેણમાં છે. માત્ર અત્યંત દુર્લભ કિસ્સાઓમાં જ પ્રતિબંધ લગાવવામાં આવે છે. અમે આજ સુધી 1923ના કાયદાથી કાયદાકીય પૃષ્ઠભૂમિનો અભ્યાસ કર્યો છે. અમે દરેક વિભાગને લગતા પ્રાથમિક સ્તરે પડકારને ધ્યાનમાં લીધો, અને પક્ષોને સાંભળ્યા બાદ એવું જાણવા મળ્યું કે સમગ્ર કાયદાની જોગવાઈઓ પર પ્રતિબંધ મૂકવાનો કેસ સાબિત થયો નથી.


કઈ જોગવાઈઓ સ્થગિત થઈ

કઈ જોગવાઈઓ સ્થગિત થઈ

કલમ 2(r): એ શરત કે કોઈ વ્યક્તિએ વક્ફ બનાવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ ઇસ્લામનો અનુયાયી હોવો જોઈએ. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી નિયમો ન બને ત્યાં સુધી આ સ્થિતિ મનસ્વી હોઈ શકે છે અને મુલતવી રહેશે.

કલમ 2 (c)ની જોગવાઈ: જ્યાં સુધી કોઈ નિયુક્ત અધિકારીના અહેવાલમાં દાખલ થતો નથી ત્યાં સુધી, સંપત્તિને વક્ફ પ્રોપર્ટી ન માનવમાં આવે- આ જોગવાઈ મુલતવી.

કલમ 3C: સંપત્તિના અધિકારને નિર્ધારિત કરવા માટે કલેક્ટરને અધિકાર આપવો એ શક્તિઓને અલગ પાડવાનું ઉલ્લંઘન છે. અંતિમ નિર્ણય સુધી સંપત્તિના અધિકારને પ્રભાવિત નહીં થાય અને વક્ફને કબજાથી વંચિત નહીં કરી શકાય.

બિન-મુસ્લિમ સભ્યોની મર્યાદા: વક્ફ બોર્ડમાં 3 થી વધુ બિન-મુસ્લિમ સભ્યો નહીં હોય અને કુલ સંખ્યા 4થી વધુ નહીં હોય શકે.

કલમ 23: Ex Officio અધિકારી મુસ્લિમ સમુદાયમાંથી ફરજિયાત હોવા જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top