આખરે કઈ વાત પર ગુસ્સે થયા ટ્રમ્પ, મધદરિયે બોટ પર કરી દીધી મિલીટરી સ્ટ્રાઈક

આખરે કઈ વાત પર ગુસ્સે થયા ટ્રમ્પ, મધદરિયે બોટ પર કરી દીધી મિલીટરી સ્ટ્રાઈક

09/16/2025 World

SidhiKhabar

SidhiKhabar

આખરે કઈ વાત પર ગુસ્સે થયા ટ્રમ્પ, મધદરિયે બોટ પર કરી દીધી મિલીટરી સ્ટ્રાઈક

વેનેઝુએલા નજીક આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં ડ્રગ કાર્ટેલના જહાજ પર અમેરિકન આર્મીએ મોટો હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ થયેલા આ હુમલામાં 3 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી APના અહેવાલ મુજબ, ટ્રમ્પે દાવો કર્યો છે કે આ બોટ ડ્રગ્સથી ભરેલી હતી. આ મહિનામાં અમેરિકા દ્વારા વેનેઝુએલા પર આ ત્રીજો હુમલો છે.


ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે કહ્યું છે કે, આ હુમલો ડ્રગ સ્મગલિંગ નેટવર્ક સામે કરવામાં આવ્યો છે, જે અમેરિકના દક્ષિણ કમાન્ડ વિસ્તારમાં સક્રિય છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે આ કાર્યવાહી વેનેઝુએલાથી અમેરિકામાં ડ્રગ્સ લાવતા કાર્ટેલને લક્ષ્ય બનાવીને કરવામાં આવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પણ આ અંગેની માહિતી શેર કરી છે.


ટ્રમ્પે અમેરિકન આર્મીના હુમલા અંગે શું કહ્યું

ટ્રમ્પે અમેરિકન આર્મીના હુમલા અંગે શું કહ્યું

ટ્રમ્પે પોતાની પોસ્ટ દ્વારા કહ્યું કે, ‘આજે સવારે, મારા આદેશ પર, અમેરિકન લશ્કરી દળોએ દક્ષિણ અમેરિકામાં અત્યંત હિંસક ડ્રગ તસ્કરી કાર્ટેલ અને નાર્કોટેરરિસ્ટ્સ સામે બીજો સચોટ હુમલો કર્યો. આ હુમલો ત્યારે થયો જ્યારે આ પુષ્ટિ પામેલા વેનેઝુએલાના નાર્કોટેરરિસ્ટ્સને અમેરિકા તરફ જતા આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ગેરકાયદેસર ડ્રગ્સ લઈ જતાં પકડવામાં આવ્યું. આ અત્યંત હિંસક ડ્રગ ટ્રાફિકિંગ કાર્ટેલ્સ અમેરિકની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને સ્ટેટ્સની મહત્ત્વપૂર્ણ હિતો માટે જોખમ છે. આ હુમલામાં 3 આતંકવાદીઓ માર્યા ગયા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top