‘જે કરવું હોય તે કરે..’, PCBની ફરિયાદ પર BCCIની પ્રતિક્રિયા, હેંડશેક વિવાદ પર બોર્ડે શું કહ્યું?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની મેચ બાદ, હેન્ડશેક ન કરવાની વાત સૌથી વધુ ચર્ચિત કીવર્ડ અને ટ્રેન્ડિંગ હેશટેગ હતો. કારણ કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ દરમિયાન સલમાન અલી આગા સાથે હેન્ડશેક કર્યા નહોતા. મેચ પૂરી થયા બાદ પણ, કેપ્ટન સૂર્ય-શિવમ દુબેએ આખી પાકિસ્તાની ટીમને અવગણીને આગળ જતા રહ્યા. આખી પાકિસ્તાની ટીમ ટગરટગર જોતી રહી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સામે 'હેંડશેક ન કરવાના વિવાદ'નો મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ હવે આ સમગ્ર મુદ્દા પર BCCIનું નિવેદન પણ આવ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, તે ICC સામે આ મુદ્દો ઉઠાવશે. PCBએ ICCને ફરિયાદ કરી છે. PCB ચીફ મોહસીન નકવીની X પોસ્ટ વાયરલ થઈ છે. PCBનું કહેવું છે કે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે ICCની આચારસંહિતા અને MCCની ક્રિકેટ ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે. PCBએ માગ કરી છે કે આ મેચ રેફરીને તાત્કાલિક એશિયા કપમાંથી દૂર કરવામાં આવે. તો, આ મામલે ACC (એશિયન ક્રિકેટ કાઉન્સિલ)ને ભારતીય ટીમની ફરિયાદ કરવાની વાત કરવામાં આવી છે.
આ 'હેન્ડશેક વિવાદ' 14 સપ્ટેમ્બરના રોજ શરૂ થયો હતો, જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હેંડશેક કર્યા નહોતા અને મેચ પૂરી થયા બાદ પણ, હેંડશેક કર્યા નહોતા.
aajtak.inના રિપોર્ટ મુજબ, BCCIના સચિવ દેવજીત સૈકિયાને પૂછવામાં આવ્યું કે કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે ACC એ BCCIનો સંપર્ક કર્યો છે, શું આ અહેવાલો સાચા છે. સાકિયાએ કહ્યું કે, મને આ મામલે કોઈ માહિતી નથી. જે થવાનું હતું તે થઈ ગયું. હવે અમારું ધ્યાન ટુર્નામેન્ટ પર છે.
સૈકિયાને પૂછવામાં આવ્યું કે PCBએ ICC સામે આ મામલો ઉઠાવ્યો છે, અને ભારત દ્વારા હેંડશેક ન કરવાનો મુદ્દો પણ તેમાં સામેલ છે. ACCને ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે તેમણે કહ્યું કે, તેમણે જે કરવું હોય તે કરે, અમારે આગામી મેચો રમવાની છે. આ મામલે મારે કંઈ કહેવાનું નથી.
એટલે કે, એક વાત સ્પષ્ટ છે કે PCB ભારત સામે હારીને અને 'હેંડશેક વિવાદ'ને ICC સમક્ષ લઈ જઈને 'મુદ્દો' ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હાલમાં તે બેકફૂટ પર છે. BCCIના નિવેદનથી આ વાત વધુ સ્પષ્ટ થઈ ગઈ છે.
14 ઓક્ટોબરના રોજ એશિયા કપમાં પાકિસ્તાન સામે 7 વિકેટની જીત બાદ, ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હેંડશેક ન કર્યા. તેમણે કહ્યું કે, અમે આ નિર્ણય લીધો કારણ કે અમે અહીં માત્ર ક્રિકેટ રમવા માટે આવ્યા હતા, અમે BCCI અને સરકાર સાથે એકતામાં છીએ, કેટલીક બાબતો રમતગમતથી ઉપર હોય છે, અમે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા તમામ પીડિતો સાથે ઉભા છીએ. અમે આ જીત બહાદુર સશસ્ત્ર દળોને સમર્પિત કરીએ છીએ, જેમણે ઓપરેશન સિંદૂરમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આ પગલાનો હેતુ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોના પરિવારો સાથે એકતા દર્શાવવાનો હતો. આ હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp