આ મુખ્યમંત્રીની ખાસ ટીમે ઉઘાડું પડ્યું આ ભ્રષ્ટાચારી અધિકારીનું સંવેદનશીલ કૌભાંડ! કહ્યું - હતી

આ મુખ્યમંત્રીની ખાસ ટીમે ઉઘાડું પડ્યું આ ભ્રષ્ટાચારી અધિકારીનું સંવેદનશીલ કૌભાંડ! કહ્યું - હતી છ મહિનાથી નજર, કોઈને ... , જાણો

09/16/2025 National

SidhiKhabar

SidhiKhabar

આ મુખ્યમંત્રીની ખાસ ટીમે ઉઘાડું પડ્યું આ ભ્રષ્ટાચારી અધિકારીનું સંવેદનશીલ કૌભાંડ! કહ્યું - હતી

આસામના બારપેટા જિલ્લામાં બનેલો કરોડો રૂપિયાનું જમીન કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અને આ સમગ્ર કૌભાંડના કેન્દ્રમાં છે 2019 બેચના આસામ સિવિલ સર્વિસીસ (ACS) અધિકારી નુપુર બોરા. ટૂંકમાં હાલ ACS અધિકારી નુપુર બોરા પર તેમની નિમણૂક દરમિયાન સરકારી અને ધાર્મિક ટ્રસ્ટની જમીન ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવાના ગંભીર આરોપો મુકવામાં આવી રહ્યા છે.


ભ્રષ્ટાચાર સામાજિક અને ધાર્મિક સંવેદનશીલતા સાથે જોડાયેલો

ભ્રષ્ટાચાર સામાજિક અને ધાર્મિક સંવેદનશીલતા સાથે જોડાયેલો

નુપુર બોરા એક યુવાન ACS અધિકારી તરીકે બારપેટા અને કાર્બી આંગલોંગ જેવા વિસ્તારોમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવી છે. તેમના કારકિર્દીના શરૂઆતથી જ તેઓ ચર્ચામાં રહ્યા છે. 2019 બેચના આસામ સિવિલ સર્વિસીસ અધિકારી નુપુર બોરા પર આરોપ લગાવવામાં આવ્યા છે કે, બારપેટા ખાતેના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક હિન્દુ પરિવારોની જમીન ગેરકાયદેસર રીતે કથિત મુસ્લિમ વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તપાસમાં ખુલાસો થયો છે કે, કેટલીક જમીનો સરકારી હોવા છતાં પણ તેમને શંકાસ્પદ રીતે ખાનગી લોકોએ હસ્તગત કરી હતી. આથી મામલો માત્ર ભ્રષ્ટાચાર પૂરતો રહી ન જતાં સામાજિક અને ધાર્મિક સંવેદનશીલતા સાથે પણ જોડાયેલો છે.


છ મહિનાથી રાખવામાં આવી રહી હતી નજર

છ મહિનાથી રાખવામાં આવી રહી હતી નજર

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાજેતરમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની ખાસ તકેદારી ટીમ દ્વારા નુપુર બોરાના નિવાસસ્થાને દરોડા પાડ્વામાં આવ્યા હતા. જ્યાંથી આશરે 90 લાખ રૂપિયાની રોકડ રકમ અને 1 કરોડ રૂપિયાથી વધુના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં નુપુર બોરા પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. આ તરફ નુપુર બોરાની સાથે કામ કરતા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ તપાસની સુઈ દોડાવી દેવાઈ છે. બાગબાર રેવન્યુ સર્કલના લાટ મંડલ સુરજીત ડેકાના ઘરમાંથી પણ અનેક શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા છે. ડેકા પર પણ બારપેટામાં મોટી માત્રામાં જમીન ખરીદવામાં બોરાની મદદ કરવાનો આરોપ છે.

આસામના મુખ્યમંત્રી દ્વારા જાહેરમાં સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે, અસામમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં બરદાસ્ત કરવામાં આવશે નહીં. છેલ્લા છ મહિનાથી બોરા પર નજર રાખવામાં આવી રહી હતી. સરકારે દરેક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ આરોપીને રાહત મળશે નહીં.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top