ડ્રગ્સના વ્યસનમાં ચૂર હેવાનિયતની હદ વટાવી રક્ષક જ બન્યો ભક્ષક! આખરે આ રીતે થયો પર્દાફાશ!? જાણો
હરિયાણાના ફરીદાબાદમાંથી માનવતાને હચમચાવતો અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને કલંક લાગ્યો છે. ભૂપાની વિસ્તારમાં રહેતા એક રિક્ષાચાલક પિતાએ જ પોતાની 14 વર્ષની સગીર પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી પીંખી નાખી હતી. બાળકીએ પાડોશમાં રહેતી એક વૃદ્ધાને સમગ્ર આપવીતી સંભળાવતા આ ભયાનક કૃત્યનો પર્દાફાશ થયો હતો.
માહિતી અનુસાર, આરોપી પિતા રિક્ષાચાલક અને ડ્રગ્સનો વ્યસની છે. તે ભૂપાની વિસ્તારની એક કોલોનીમાં તેની બે પુત્રીઓ સાથે રહેતો હતો. તેની પત્ની તેના સતત ઝઘડા અને હિંસાથી કંટાળીને લગભગ એક વર્ષ પહેલા ચાર બાળકો સાથે ઘર છોડીને જતી રહી હતી, જ્યારે બે પુત્રીઓ પિતા સાથે રહેતી હતી. ડ્રગ્સના વ્યસનને કારણે આરોપી હંમેશા ગુસ્સામાં રહેતો હતો. જે દરમિયાન તેણે આઠ-નવ દિવસ સુધી તેની 14 વર્ષની પુત્રીને પોતાની ખરાબ નિયતનો શિકાર બનાવી હતી. અને જ્યારે પણ બાળકી વિરોધ કરતી, ત્યારે આરોપી પિતા તેને મારી નાખવાની ધમકી આપતો હતો. આ કારણે ડરી ગયેલી પુત્રીએ કોઈને જાણ કરી નહીં.
પિતાના આ ભયાનક કૃત્યોથી બાળકીની તબિયત બગડવા લાગી હતી. તેથી આશરે પાંચ દિવસ પહેલા તેણે પોતાની પીડા પાડોશમાં રહેતી એક વૃદ્ધાને જણાવી. ત્યારે વૃદ્ધ મહિલા બાળકીને ડૉક્ટર પાસે લઈ ગઈ, જ્યાં તબીબી તપાસ દરમિયાન ડૉક્ટરે પુષ્ટિ કરી કે, બાળકી સાથે અયોગ્ય કૃત્ય થયું છે.
આ માહિતી મળતા જ પોલીસે ફરિયાદ નોંધી. બાળકીની તબીબી તપાસ કરાવવામાં આવી અને મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પિતાની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સો સમાજમાં વધી રહેલા ડ્રગ્સના દુષણ અને કૌટુંબિક હિંસાના ગંભીર પરિણામો તરફ પણ ઈશારો કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp