દારૂબંધી માટે જાણીતા ગુજરાતમાં વિદેશી નાગરિકોએ કરાવી 'શરાબ-શબાબ'ની પાર્ટી, છપાવ્યા 'અનલિમિટેડ દારૂ'ના પાસ, જુઓ દ્રશ્યો
દિવાળીના તહેવારના ટાણે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી પાછળ ખુલ્લેઆમ દારૂ પાર્ટીઓ થઈ રહી છે. રાજ્યમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. અને આવો જ એક હાઇપ્રોફાઇલ કિસ્સો અમદાવાદના પોશ વિસ્તારમાંથી બહાર આવ્યો છે. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસમાં રેવ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાથી NRI સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત સ્થળ પરથી દારૂની બોટલો, હુક્કાનો સામાન અને અન્ય સામગ્રીઓ પણ જપ્ત કરી હતી.
માહિતી અનુસાર પોલીસને બાતમી મોડી રાત્રે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો. આશ્ચર્યજનક રીતે આ પાર્ટીમાં 2 ભારતીયો સહિત 15 જેટલા NRI અને વિદેશી નાગરિકો મોજ માણતા ઝડપાયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા લોકોમાં નાઇજિરીયન, આફ્રિકન, મોઝામ્બિકા અને કેન્યાના નાગરિકો સામેલ હતા. વિદેશી નાગરિકોની આટલી મોટી સંખ્યામાં હાજરી સૂચવે છે કે, આ પાર્ટી આંતરરાષ્ટ્રીય સ્તરના નશાખોરીના નેટવર્ક સાથે જોડાયેલી હોઈ શકે છે. આ મામલે ગુજરાત પ્રોહિબિશન ઍક્ટ હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
આ રેવ પાર્ટી કેસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, પાર્ટી ફાર્મહાઉસ મિલન પટેલના નામે નોંધાયેલ હતું. આ પાર્ટીનું આયોજન કેન્યાનાં જોન નામના શખ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ 'શરાબ-શબાબ'ની પાર્ટી માટે આયોજકો દ્વારા ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા. આ પાસ પર પાર્ટીમાં 'અનલિમિટેડ દારૂ' પી શકાશે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે, આ પાર્ટીનું આયોજન કેટલા મોટા પાયે કરવામાં આવ્યું હતું. પોલીસે હવે સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી અન્ય સંકળાયેલા લોકોની શોધ શરૂ કરી છે. પરંતુ હવે આ કેસમાં દારૂના સપ્લાય ચેઈન અને વિદેશી નાગરિકોના હેતુઓની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp