શું પાકિસ્તાની ટીમ આતંકીઓનું સમર્થન કરી રહી છે? મેચ બાદ સલમાન આગાની જાહેરાતથી ઉઠ્યા સવાલ
એશિયા કપ હાર્યા બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ પોતાની જાહેરાત દ્વારા સંકેત આપ્યો છે કે તે હજુ પણ આતંકવાદીઓ સાથે છે. કેમ તેણે કઈક એવી જાહેરાત કરી છે. આગાની જાહેરાત પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 28 સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2025ની ફાઇનલમાં હાર બાદ, સલમાન અલી આગાએ કહ્યું કે, ‘અમે (આખી ટીમ) તાજેતરના ભારતીય હુમલાઓમાં માર્યા ગયેલા તમામ નાગરિકો અને બાળકોને અમારી સંપૂર્ણ મેચ ફી દાનમાં આપવા માગીએ છીએ.’ આગાના નિવેદનથી સવાલ ઉભા થયા છે કારણ કે તેનો સીધો અર્થ એ છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ પણ આતંકવાદીઓ સાથે ઉભી છે.
પહેલગામમાં આતંકવાદી હુમલો પાકિસ્તાન દ્વારા પ્રયોજિત હતો. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહરના પરિવારના 10-14 સભ્યો માર્યા ગયા હતા. ભારતની કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદનો ગઢ, પંજાબમાં વહાવલપુર પણ સામેલ હતો. એટલે કે તે સ્પષ્ટ છે કે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ મસૂદ અઝહરના પરિવારને તેની મેચ ફી દ્વારા મદદ કરવા માગે છે. તે અન્ય આતંકવાદી પરિવારોને પણ મદદ કરવાનો ઇરાદો ધરાવે છે.
એશિયા કપની હાર બાદ પાકિસ્તાનનો કેપ્ટન સલમાન અલી આગા અકળાવા લાગ્યો. તેણે કહ્યું કે, ભારતે અમારી સાથે જે કર્યું (હાથ મળાવવા, મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવી નહીં) તે માત્ર અમારું અપમાન જ નથી, પરંતુ ક્રિકેટની રમતનું પણ અપમાન છે.જો અન્ય ટીમો પણ આવું જ કરવાનું શરૂ કરે, તો મર્યાદા ક્યાં રહેશે અને તે ક્યારે બંધ થશે? ક્રિકેટરો રોલ મોડેલ હોય છે; બાળકો આ પ્રકારના વર્તનથી શું શીખશે? આ ટુર્નામેન્ટમાં જે બન્યું તે ખૂબ જ ખરાબ હતું.
જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સ કેમ છોડી ગયા અને તમારા અધ્યક્ષે શા માટે રાજકીય નિવેદન ટ્વીટ કર્યું? તેના પર આગાએ કહ્યું કે, ‘તમે મને કહો, આ કોણે શરૂ કર્યું? શું હાથ ન મળાવવાનો ઇનકાર કરવો યોગ્ય હતો? શું ACC પ્રમુખ નકવી પાસેથી ટ્રોફી (જેમ કે પ્રોટોકોલ છે)નો ઇનકાર કરવો યોગ્ય હતો? તમારે એ ટીમને પૂછવું જોઈએ જેણે તે શરૂ કર્યું.’
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે, ‘હું વ્યક્તિગત રીતે આ ટુર્નામેન્ટ (બધી મેચો) માટે મારી સંપૂર્ણ મેચ ફી ભારતીય સેનાને આપવા માંગુ છું.’ ભારતને એશિયા કપ ટ્રોફી ન મળવા પર પણ સૂર્યાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, ‘અમે એક ટીમ તરીકે નક્કી કર્યું હતું કે અમે (મોહસીન નકવી તરફથી) ટ્રોફી સ્વીકારીશું નહીં. કોઈએ અમને આવું કરવા કહ્યું નથી, પરંતુ મારું માનવું છે કે ટુર્નામેન્ટ જીતનારી ટીમ ટ્રોફીને લાયક છે.’ મેચ બાદ, મોહસીન નકવી ટ્રોફી અને મેડલ પોતાની સાથે લઈ ગયા, જેના માટે BCCI સચિવ દેવજીત સૈકિયાએ તેમને સખત આડેહાથ લીધા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp