રાજ્ય કક્ષાના મંત્રી બરંડાએ બાફ્યૂ! જાહેર મંચ પર બોલ્યા- 'મારો આદિવાસી તો દારૂ જ પીવેને… થોડુઘણ

રાજ્ય કક્ષાના મંત્રી બરંડાએ બાફ્યૂ! જાહેર મંચ પર બોલ્યા- 'મારો આદિવાસી તો દારૂ જ પીવેને… થોડુઘણુ ચલાવવુ પડે'

11/18/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજ્ય કક્ષાના મંત્રી બરંડાએ બાફ્યૂ! જાહેર મંચ પર બોલ્યા- 'મારો આદિવાસી તો દારૂ જ પીવેને… થોડુઘણ

છોટાઉદેપુરના નસવાડીમાં આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી પી.સી.બરંડાએ જાહેર મંચ પરથી કઈક એવી વાત કરી છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મંત્રી પી.સી. બરંડા જાહેર મંચ પરથી કહે છે કે, ‘હું જ્યારે 2015માં DSP તરીકે આવ્યો ત્યારે દાદા મારી પાસે આવીને ફરિયાદ કરતા. સંકલનમાં કહેતા કે દારૂને બધું ચાલે છે. ત્યારે હું કહેતો એ તો ચલાવવું પડે. મારો આદિવાસી તો દારૂ જ પીવેને… થોડુઘણુ ચલાવવુ પડે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  મંત્રી બરંડા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.


પી.સી. બરંડા ભૂતકાળમાં પોલીસ અધિકારી રહી ચૂક્યા છે

પી.સી. બરંડા ભૂતકાળમાં પોલીસ અધિકારી રહી ચૂક્યા છે

ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રી પી.સી. બરંડા, જેઓ ભૂતકાળમાં પોલીસ અધિકારી રહી ચૂક્યા છે, તેમનો 13 નવેમ્બરનો એક વીડિયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક જાહેર સભામાં સંબોધન દરમિયાન અતિ ઉત્સાહમાં આવીને મંત્રીએ દારૂબંધીની નીતિ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાના પોલીસ વિભાગના અનુભવો શેર કરતા કહ્યું હતું કે દારૂબંધી હોવા છતાં, વ્યવહારિક રીતે તેનું "થોડું ઘણું ચલણ ચલાવવું પડે છે."


કોંગ્રેસે સરકાર પર કર્યો પ્રહાર

કોંગ્રેસે સરકાર પર કર્યો પ્રહાર

પી.સી. બરંડાના આ બફાટ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીએ સરકારને આડે હાથ લીધી છે. તુષાર ચૌધરીએ મંત્રી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, "જો મંત્રી દારૂ ચલાવી લેવાની વાત કરતા હોય, તો તેનો અર્થ એ છે કે જ્યારે તેઓ પોલીસ અધિકારી હતા ત્યારે તેમણે દારૂના ધંધાર્થીઓ પાસેથી 'હપ્તા' લીધા હોવા જોઈએ."

કોંગ્રેસ નેતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી જેવું વાસ્તવમાં કંઈ છે જ નહીં. રાજ્યના ખૂણેખૂણે દારૂ સરળતાથી મળી રહે છે. તુષાર ચૌધરીએ ત્યાં સુધી દાવો કર્યો કે દારૂના વેપલાના હપ્તા છેક ગાંધીનગર સુધી પહોંચે છે, અને મંત્રીનું આ નિવેદન એ વાતની સાબિતી છે કે તંત્રની રહેમનજર હેઠળ જ આ બધું ચાલી રહ્યું છે.

તો અમદાવાદ કોંગ્રેસનાં X હેન્ડલ પર ગુજરાત સમાચારનો અહેવાલ શેર કરતા લખ્યું કે, ભાજપના મંત્રી પોતે જાહેરમાં કબૂલે છે કે આદિવાસી તો દારૂ પીએ જ ને.. વિચારો હવે કે જે ભાજપ સરકારના મંત્રીઓ આવું જાહેરમાં કહે છે તો દારૂના અડ્ડાઓ કોની દેખરેખ હેઠળ ચાલતા હશે અને ફકત ગુજરાતમાં કેહવાતી દારુબંધી છે.. આદિવાસીઓની પીડા સાંભળવાને બદલે તેમના પર સીધો આક્ષેપ કરે છે આ ભાજપના નેતાઓ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top