‘દારૂડિયાઓ માટે એક દેવતા..’ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કરી હિન્દુ દેવી-દેવતાઓ પર અપમાનજનક ટિપ્પણી; તાત્કાલિક માફીની માંગ
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ હિન્દુ દેવી-દેવતાઓ પર કરેલી ટિપ્પણીથી વિવાદ ઊભો થઇ ગયો છે. મુખ્યમંત્રીના નિવેદનથી ગુસ્સે ભરાયેલા ભાજપે તાત્કાલિક માફીની માંગ કરી છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જાહેર કાર્યક્રમ દરમિયાન હિન્દુ દેવી-દેવતાઓને લઇને અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે, જેનાથી રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપનો આરોપ છે કે આનાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ભાજપ અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ માફીની માંગ કરી છે. વિપક્ષી પક્ષોનું કહેવું છે કે તેમનું નિવેદન લાખો હિન્દુઓની ભાવનાઓનું અપમાન કરે છે.
ભાજપ અને BRSએ સંયુક્ત રીતે તેલંગાણાના મુખ્યમંત્રી રેડ્ડીની ટિપ્પણીનો વળતો જવાબ આપ્યો છે. ભાજપના નેતા ચિક્કોટી પ્રભુએ કહ્યું કે, રેવંત રેડ્ડીના અપમાનજનક નિવેદનથી હિન્દુઓ શરમ અનુભવી રહ્યા છે. કોંગ્રેસ અને તેલંગાણાના મુખ્યમંત્રીને શરમ નથી આવતી. હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવી આજકાલ એક ફેશન બની ગઈ છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મુખ્યમંત્રી આમ કહી રહ્યા છે, જેથી લાખો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. શું તેઓ કોઈને ખુશ કરવા માટે આમ કહી રહ્યા છે? તેમણે તાત્કાલિક હિન્દુ સમુદાયની માફી માંગવી જોઈએ. BRS નેતા રાકેશ રેડ્ડી અનુગુલાએ પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવી આજકાલ ફેશન બની ગઈ છે.
મુખ્યમંત્રીએ એક કાર્યક્રમમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, હિન્દુઓ કેટલા દેવતાઓમાં માને છે? શું તે 3 કરોડ છે? આટલા બધા દેવતાઓ કેમ છે? જો લોકો કુંવારા હોય, તો તેમના માટે ભગવાન હનુમાન છે. જેમણે બે વાર લગ્ન કર્યા છે તેમના પણ અલગ ભગવાન છે. દારૂ પી છે, તેમના પણ અલગ ભગવાન છે. જેઓ મરઘાઓની બલિ આપે છે તેમનો પણ પોતાનો ભગવાન હોય છે. જેઓ દાળ-ભાત ખાય છે તેમનો પણ અલગ ભગવાન છે. દરેક જૂથનો પોતાનો ભગવાન હોય છે. રેવંત રેડ્ડીના આ નિવેદનથી ભારે હોબાળો મચી ગયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp