ઈમરાન ખાન સાથે મુલાકાત કર્યા બાદ પરિવારે પાકિસ્તાની સરકાર અને જેલ પ્રશાસન વિરુદ્ધ કરી મોટી જાહેરાત
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન ડૉ. ઉઝમા ખાન સાથેની મુલાકાત બાદ પરિવારે સરકાર અને જેલ પ્રશાસન સામે કડક વલણ અપનાવતા એક મોટી જાહેરાત કરી છે. ઇમરાન ખાનની બહેન અલીમા ખાને જાહેરાત કરી હતી કે પરિવાર હવે દર મંગળવારે અદિયાલા જેલની બહાર ધરણા કરશે અને જ્યારે પરિવારના 6 સભ્યો અને 6 વકીલોને નિયમિત રીતે ખાનને મળવાની મંજૂરી આપવામાં આવશે ત્યારે જ તેઓ ત્યાંથી હટશે.
અલીમાનું આ નિવેદન ડૉ. ઉઝમા ખાને ઇમરાન ખાનને મળ્યા બાદ આવ્યું છે. તેણે કહ્યું હતું કે તેમની તબિયત સંપૂર્ણપણે ઠીક છે, પરંતુ તેમને એકાંતમાં રાખીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ઉઝમાના જણાવ્યા મુજબ, ખાન ખૂબ નારાજ છે અને તેમણે કહ્યું હતું કે તેમને દિવસનો મોટાભાગનો સમય તેમના સેલમાં બંધ રાખવામાં આવે છે અને કોઈની સાથે વાત કરવાની મંજૂરી નથી. ઇમરાને આ માટે આસીમ મુનીરને દોષી ઠેરવ્યો છે.
અલીમા ખાને કહ્યું કે, પરિવાર હવે ચૂપ નહીં રહે. અમે દર મંગળવારે અદિયાલા જેલની બહાર બેસીશું. જ્યાં સુધી પરિવારના 6 સભ્યો અને 6 વકીલોને ઇમરાન ખાનને મળવાની મંજૂરી ન મળે ત્યાં સુધી અમે ત્યાંથી નહીં જઈએ.’ તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે PTI દર ગુરુવારે પોતાના ધરણા ચાલુ રાખશે.
અલીમા ખાને સરકાર પર સંપર્ક બંધ કરીને પરિવાર અને પાર્ટી પર દબાણ લાવવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે, ‘જો તેઓ વિચારે છે કે મૌન આપણને તોડી નાખશે, તો તેઓ ખોટા છે. તેઓ જેટલું વધુ અમને દબાવશે, પ્રતિકાર તેટલો મજબૂત બનશે. આ સમગ્ર પરિસ્થિતિનો એકમાત્ર ઉકેલ પારદર્શિતા અને કાનૂની અધિકારોની પુનઃસ્થાપના છે.’
ઇમરાન ખાનની બહેનની આ જાહેરાત એવા સમયે સામે આવી છે, જ્યારે રાવલપિંડી અને ઇસ્લામાબાદમાં પહેલાથી કલમ 144 લાગૂ છે અને સમગ્ર અદિયાલા રોડ પર પોલીસ દળો તૈનાત વચ્ચે આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 8 કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે, શાળાઓ અને કોલેજો બંધ છે, અને નાગરિકોને હિલચાલ માટે ઓળખ કાર્ડ બતાવવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઈમરાન ખાનના પરિવારને છેલ્લા એક મહિનાથી તેમના પરિવાર સાથે મુલાકાત કરવાની મનાઈ કરવામાં આવી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના જીવિત રહેવા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા જોતાં, જેલ પ્રશાસને બાદમાં ઉજમા ખાનને મળવાની મંજૂરી આપી હતી. જોકે, પરિવાર અને પાર્ટી આને વિલંબિત અને બળજબરીથી લેવાયેલો નિર્ણય ગણાવી રહ્યા છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા વચ્ચે, PTIએ ચીમકી આપી છે કે જો ઈમરાન ખાનને કંઈ થશે, તો પાકિસ્તાન અને વિદેશમાં જવાબદારોને જવાબદાર ઠેરવવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp