શું ઝારખંડની રાજનીતિમાં પણ થવા જઈ રહ્યો છે મોટો બદલાવ? શા માટે મુખ્યમંત્રી હેમંત સોરેન પહોંચ્યા

શું ઝારખંડની રાજનીતિમાં પણ થવા જઈ રહ્યો છે મોટો બદલાવ? શા માટે મુખ્યમંત્રી હેમંત સોરેન પહોંચ્યા હતા દિલ્હી? જાણો વિગતો

12/03/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

શું ઝારખંડની રાજનીતિમાં પણ થવા જઈ રહ્યો છે મોટો બદલાવ? શા માટે મુખ્યમંત્રી હેમંત સોરેન પહોંચ્યા

ટૂંક સમય પહેલા જ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન મોડી રાત્રે દિલ્હી માટે રવાના થતા રાજકીય ગલિયારામાં ચર્ચાઓનો મારો ચાલ્યો હતો. તેમની આ મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો ફેલાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં JMMએ RJDને સમર્થન આપ્યું હતું. પરંતુ ગઠબંધન દ્વારા JMM ને એક પણ બેઠક આપવામાં આવી ન હતી. તેથી લોકો આ મુલાકાતને તેણી નારાજગી માની રહ્યા છે. અને આ પૃષ્ઠભૂમિ ઉપર હેમંત સોરેન અને ધારાસભ્ય કલ્પના સોરેનની દિલ્હી મુલાકાતે ચર્ચાઓને વધુ જોર આપ્યું હતું.


JMM નું સ્પષ્ટીકરણ

JMM નું સ્પષ્ટીકરણ

લોકોએ વિવિધ અટકળો લગાવતા એટલે સુધી કહી દીધું કે, BJP હાઇકમાન્ડ સાથે તેમની મુલાકાત ઝારખંડની રાજનીતિને બદલાવી દેશે. પરંતુ અંતે તે માત્ર રાજકીય અફવા જ નીકળી. JMMના મહામંત્રી વિનોદ પાંડેએ તમામ અટકળોનો અંત લાવતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની દિલ્હી યાત્રા વ્યક્તિગત હતી, તેમાં કોઈ રાજકીય એંગલ નથી. તેમણે સ્પષ્ટતા કરી કે, BJP માત્ર કાવતરું ઘડી ભ્રમ ફેલાવી રહી છે. JMM એ ત્રણ શબ્દો સાથે પોતાનું વલણ જાહેર કર્યું છે કે, “ઝારખંડ ઝુકશે નથી.” JMM યુવા વિંગે પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે, હેમંત સોરેન નામ પૂરતું છે. તેમણે સંઘર્ષથી શીખ્યું છે, સેવાથી જીત્યા છે અને ન્યાય માટે કેવી રીતે લડવું તે જાણે છે.


બિહાર ચૂંટણીનો ગુસ્સો

વાત જાણે એમ છે કે, ઝારખંડમાં JMM એ RJD ને બેઠકો આપી, પરંતુ જ્યારે બિહારની વાત આવી ત્યારે JMM ને એકપણ બેઠક આપવામાં આવી ન હતી. આથી JMM નેતાઓએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. અને તેથી જ હેમંત સોરેનની દિલ્હી યાત્રા પર સવાલો ઊભા થયા છે. જો કે ભાજપના રાજ્ય પ્રવક્તા પ્રતુલ શાહદેવે પણ કડક શબ્દોમાં કહ્યું હતું કે, ભાજપ અને JMM બે અલગ કિનારા છે, તેઓ ક્યારેય મળીને કામ કરી શકે નહીં. તેમણે આરોપ મુક્યો કે, JMM તુષ્ટિકરણની રાજનીતિ કરે છે અને બંને પક્ષોની વિચારધારા એક થઈ જ ન શકે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top