નવું વર્ષ ગુજરાતના ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યું! ઠંડીએ જોર બતાવ્યું નથી ત્યાં વરસાદે દસ્તક દીધ

નવું વર્ષ ગુજરાતના ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યું! ઠંડીએ જોર બતાવ્યું નથી ત્યાં વરસાદે દસ્તક દીધી, જાણો સંપૂર્ણ આગાહી

01/01/2026 Gujarat

SidhiKhabar

SidhiKhabar

નવું વર્ષ ગુજરાતના ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યું! ઠંડીએ જોર બતાવ્યું નથી ત્યાં વરસાદે દસ્તક દીધ

નવા વર્ષના વધામણા વચ્ચે વાતાવરણમાં પલટો આવતા લોકોમાં ચિંતામાં મુકાયા છે. ખાસ ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. નવા વર્ષની આગળની સાંજે રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યા છે, તો બીજી તરફ સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. અને હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 12 કલાક પણ ગુજરાતનું હવામાન આમ જ ડામાડોળ રહેશે. વહેલી સવારથી જ પોરબંદર અને દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


પાક પર જોખમ આવતા ખેડૂતોમાં ચિંતા

પાક પર જોખમ આવતા ખેડૂતોમાં ચિંતા

રાજકોટમાં પણ ગત બપોરે 3 વાગ્યા બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને 5વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો, જે મોડી સાંજ સુધીમાં અડધા ઇંચ જેવો નોંધાયો હતો. ધોરાજી પંથકમાં સાંજે 4 વાગ્યા બાદ ગાજવીજ અને પવન સાથે શરૂ થયેલા વરસાદથી રસ્તા ભીના થયા હતા. જમનાવડ રોડ, સ્ટેશન રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં બપોર પછી અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. બીજી તરફ દિવાળી બાદ માવઠાએ ખરીફ પાકનો સોંથ વાળ્યો હતો, હવે રવિ પાક પર જોખમ આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

આગાહી મુજબ આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે પણ માવઠું પડી શકે છે. પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદની સાથે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ વાતાવરણ પલટાના સંકેત છે. આ  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં પણ વધારો થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.


અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

અગાહીકાર અંબાલાલ પટેલે પણ આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત આ વખતે ઉત્તરાયણ પર પણ વહેલી સવારે પતંગની મજા માણતાં પતંગરસીયાઓ માટે થોડા માઠા સમાચાર છે. અંબાલાલ પટેલે પવનની ગતિ ઓછી રહેવાની આગાહી કરી છે. પરંતુ બપોર બાદ પવન વેગ પકડે તેવી પણ આગાહી કરાઈ છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું અને પ્રદૂષણના સ્તરમાં પણ વધારો નોંધાયો હતો. 11 જાન્યુઆરીથી આકરી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે. 18 જાન્યુઆરી સુધી ભારે આકરી ઠંડી પડવાની સંભાવના છે. ગુજરાતનું હવામાન હવે સ્થિર નથી રહ્યું. ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી અને ન વિચાર્યું હોય ત્યારે વરસાદ આવી જાય છે. બદલાતા આ ઋતુચક્રથી સૌથી વધારે કોઈ પરેશાન હોય તો તે જગતનો તાત છે. જો માવઠું આવ્યું તો મોટું નુકસાન જગતના તાતને થઈ શકે છે. ઘાટ ધુમ્મસને કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top