બહેસ બાદ શિવસેનાનો ઉમેદવાર AB ફોર્મ કેમ ગળી ગયો? જાણો શું છે મામલો

બહેસ બાદ શિવસેનાનો ઉમેદવાર AB ફોર્મ કેમ ગળી ગયો? જાણો શું છે મામલો

01/01/2026 Politics

SidhiKhabar

SidhiKhabar

બહેસ બાદ શિવસેનાનો ઉમેદવાર AB ફોર્મ કેમ ગળી ગયો? જાણો શું છે મામલો

મહારાષ્ટ્રમાં BMC ચૂંટણી પહેલા રાજકીય ગરમી ખૂબ જ વધી ગઈ છે. રોજ નવા-નવા રાજકીય સમીકરણો બની રહ્યા છે અને બગડી રહ્યા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવાર એકનાથ શિંદેના ઉમેદવારે તેનું A, B ફોર્મ ફાડીને ગળી જવાનો મામલો સામે આવ્યો છે.

ખાસ વાત એ છે કે, આ મામલે શિવસેનાના હરીફ ઉમેદવાર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના પુણેના ધનકવાડી સહકાર નગર વોર્ડ ઓફિસમાં બની હતી. જોકે, બાદમાં ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં શિવસેનાના ઉમેદવાર ઉદ્ધવ કાંબલે (34) વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

પુણે શહેરના વોર્ડ નંબર-34માં, 15 જાન્યુઆરીએ યોજાનારી મ્યુનિસિપલ ચૂંટણી માટે શિવસેના દ્વારા 2 ઉમેદવારોને A, B ફોર્મ આપવામાં આવ્યા હતા. આ મુદ્દે શિવસેનાના ઉમેદવારો કાંબલે અને મચ્છિન્દ્ર ધવલે વચ્ચે ઉગ્ર બહેસ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે બહેસ દરમિયાન કાંબલેએ કથિત રીતે ધવલેના A, B ફોર્મ છીનવી લીધા, ફાડી નાખ્યા હતા અને ગળી ગયો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારી કર્મચારીને તેમની સત્તાવાર ફરજો બજાવવામાં અવરોધ ઊભો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. અમે આ મામલાની વધુ તપાસ કરી રહ્યા છીએ. ફોર્મ A અને B એ આવશ્યક દસ્તાવેજો છે જેના હેઠળ રાજકીય પક્ષ કોઈ ચોક્કસ ઉમેદવારને ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરે છે.


ચૂંટણીઓ 15 જાન્યુઆરીએ યોજાવાની છે

ચૂંટણીઓ 15 જાન્યુઆરીએ યોજાવાની છે

મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે 15 જાન્યુઆરીએ ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારો તેમના નામાંકન દાખલ કરવા માટે A, B ફોર્મ ભરે છે. ફોર્મ A અને B એ આવશ્યક દસ્તાવેજો છે જેના હેઠળ રાજકીય પક્ષ કોઈ વ્યક્તિને ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરે છે.

ચૂંટણીઓને લઈને નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલ પ્રાપ્ત નામાંકન અંતિમ અહેવાલ મુજબ, રાજ્યની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે કુલ 33,606 નામાંકન દાખલ કરવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top