Srishty Rode: ટી.વી. એક્ટ્રેસ હૉસ્પિટલમાં એડમિટ, તસવીર જોઈને ફેન્સ થયા પરેશાન

Srishty Rode: ટી.વી. એક્ટ્રેસ હૉસ્પિટલમાં એડમિટ, તસવીર જોઈને ફેન્સ થયા પરેશાન

12/27/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

Srishty Rode: ટી.વી. એક્ટ્રેસ હૉસ્પિટલમાં એડમિટ, તસવીર જોઈને ફેન્સ થયા પરેશાન

Srishty Rode Gets Hospitalised: લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી સૃષ્ટિ રોડેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તેણે સોશિયલ મીડિયા પર હૉસ્પિટલના બેડ પરથી પોતાની ચિંતાજનક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીર જોયા બાદ તેના ફેન્સની ચિંતા વધી ગઈ છે. ગુરુવાર, 26 ડિસેમ્બરે, અભિનેત્રીએ હૉસ્પિટલથી પોતાની તસવીરો શેર કરીને સ્વાસ્થ્ય અપડેટ આપ્યું હતું. તેણે હૉસ્પિટલમાં દાખલ થવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. 'બિગ બોસ 12' ફેમ સૃષ્ટિ રોડે ખુલાસો કર્યો હતો કે રજાઓ દરમિયાન બીમાર થયા બાદ તેને એમ્સ્ટરર્ડેમની હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.


સૃષ્ટિ રોડેએ હૉસ્પિટલની ચોંકાવનારી તસવીરો શેર કરી

સૃષ્ટિ રોડેએ હૉસ્પિટલની ચોંકાવનારી તસવીરો શેર કરી

ઇન્સ્ટાગ્રામ પર, સૃષ્ટિ રોડેએ હૉસ્પિટલમાંથી પોતાની દર્દનાક આપવીતીની ચોંકાવનારી તસવીરો શેર કરતો લખ્યું કે તેને વિશ્વાસ નથી.. કે તે ભારત પાછી આવી શકશે કે નહીં. તેણે લખ્યું, 'મારું ઓક્સિજન લેવલ અચાનક ઘટી ગયું અને હું હૉસ્પિટલમાં હતી, મારા માટે આ દર્દનો સામનો કરવો મુશ્કેલ છે. મને ડર હતો કે હું ઘરે જઈ શકીશ કે નહીં. સાથે જ જણાવ્યું કે તેને ન્યૂમોનિયા થયો હતો, જેના કારણે તે શ્વાસ લઈ શકતી નહોતી.


એક્ટ્રેસની તસવીરો જોઈને ફેન્સ પરેશાન થઈ ગયા

એક્ટ્રેસની તસવીરો જોઈને ફેન્સ પરેશાન થઈ ગયા

સૃષ્ટિ રોડેના આ તસવીરો જોયા બાદ, ચાહકો તે ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. સૃષ્ટિ, જે પોતાના એમ્સ્ટર્ડમ વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહી હતી. તેણે આ તસવીરોથી બધાને ચોંકાવી દીધા હતા. સૃષ્ટિએ લખ્યું, 'હું તમારી સાથે કંઈક શેર કરવા માગતી હતી. જ્યારે હું યુરોપ ગઇ હતી, ત્યારે મારી સાથે કંઈક એવું બન્યું જે હું બતાવી ન શકી. મને એમ્સ્ટર્ડમમાં ન્યૂમોનિયા થયો અને તેનાથી મારી સ્થિતિ વધુ ખરાબ થઈ. મારું ઓક્સિજન લેવલ અચાનક ઘટી ગયું અને મેં હોશમાં આવતા જ મારી જાતને હૉસ્પિટલમાં જોઇ, મને ડર હતો કે હું ઘરે પણ પહોંચી શકીશ કે નહીં.

સૃષ્ટિ રોડેની બીમારીના કારણે હાલત ખરાબ

તેણે આગળ કહ્યું કે, 'મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મારા વિઝાની સમયસીમા હું બહાર નીકળતા પહેલા જ સમાપ્ત થઈ ગઈ હતી. લાંબા સંઘર્ષ બાદ, આખરે હું મુંબઈ પાછી આવી, પરંતુ હું હજી પણ સ્વસ્થ થઈ શકી નથી. ન્યૂમોનિયામાંથી સાજા થવામાં સમય લાગે છે અને મારા ડૉક્ટર કહે છે કે તેમાં મહિનાઓ લાગી શકે છે, પરંતુ હું તેમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી છું. હું અત્યારે પણ નબળી છું, પણ હું સારું થવાનો પ્રયાસ કરી રહી છું.


કોણ છે સૃષ્ટિ રોડે?

કોણ છે સૃષ્ટિ રોડે?

કામની વાત કરીએ તો, સૃષ્ટિ ઘણા ટી.વી. શૉનો હિસ્સો રહી ચૂકી છે, જેમાં 'યે ઈશ્ક હાય', 'છોટી બહુ 2', 'પુનર્વિવાહ', 'ઈશ્કબાઝ' જેવી શાનદાર સીરિયલોનો સમાવેશ થાય છે. 'બિગ બોસ 12' બાદ તે થોડા સમય માટે 'ધ કપિલ શર્મા શૉ'માં પણ જોવા મળી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top