આ મુસ્લિમ દેશે પાકિસ્તાનીઓને વિઝા આપવાના જ બંધ કરી દીધા
સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પોતાને ત્યાં પાકિસ્તાનીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ખુલાસો પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કર્યો છે. સેનેટ સમિતિને સુપરત કરેલા અહેવાલમાં મંત્રાલયે જણાવ્યું હતું કે UAEએ પાકિસ્તાનીઓને વિઝા આપવાનો ઇનકાર કર્યો છે. સાઉદી અરેબિયા પણ પાકિસ્તાની વિઝા પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું હતું, પરંતુ શાહબાઝ શરીફ સરકારની વિનંતી પર પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.
ડોન અખબાર અનુસાર, ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે UAE અને પાકિસ્તાન વચ્ચે મજબૂત રાજકીય અને રાજદ્વારી સંબંધો છે અને બંને દેશો વચ્ચે ઘણા વ્યવસાયિક સોદા થયા છે. છતા UAE પાકિસ્તાનીઓને વિઝા આપી રહ્યું નથી.
પાકિસ્તાનીઓ રોજગાર અને વ્યવસાય માટે UAEની જાય છે. ગ્લોબલ મીડિયા ઇનસાઇટ અનુસાર, UAEમાં પાકિસ્તાની વિદેશીઓની સંખ્યા લગભગ 19 લાખ છે. આમાંથી મોટાભાગના પાકિસ્તાનીઓ દુબઈ અને અબુ ધાબી જેવા UAEના શહેરોમાં રહે છે. ગલ્ફ ન્યૂઝ અનુસાર, 2024માં લગભગ 64,000 પાકિસ્તાનીઓ વર્ક વિઝા પર UAE ગયા હતા. 2025ની શરૂઆતમાં પણ 13,000 પાકિસ્તાનીઓને વર્ક વિઝા આપવામાં આવ્યા હતા, પરંતુ હવે UAEએ વિઝા આપવાનું બંધ કરી દીધું છે. આનાથી પાકિસ્તાનમાં તણાવ વધ્યો છે.
ડોન ન્યૂઝ સાથે વાત કરતા, પાકિસ્તાની સેનેટ માનવ અધિકાર સમિતિના વડા સમીના મુમતાઝ ઝેહરીએ કહ્યું કે, ‘પાકિસ્તાનીઓ અહીં ગુનાઓ કરે છે. આ જ કારણ છે કે UAEએ વિઝા આપવાનું બંધ કરી દીધું છે. જોકે, વિઝા પર હજુ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. જો આવો પ્રતિબંધ આવે, તો પ્રતિબંધ ઉઠાવવો ખૂબ મુશ્કેલ હશે.
2024માં પાકિસ્તાની સેનેટમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. તે સમયે, સરકારના શ્રમ મંત્રીએ જણાવ્યું હતું કે UAE તરફથી પાકિસ્તાનથી કામદારો ત્યાં જવા અંગે ખૂબ ફરિયાદો મળી હતી. પાછા ફર્યા પછી, કામદારો ચોરી, ભીખ માંગવા અને ફસાવવા જેવા ગુનાઓમાં સામેલ થઈ જાય છે. UAE દ્વારા પાકિસ્તાન સરકારને મોકલવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનીઓ UAEમાં મહિલાઓની સંમતિ વિના તેમનું ફિલ્માંકન પણ કરે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના તત્કાલીન સચિવે સેનેટને જણાવ્યું હતું કે UAEના શ્રમબળમાં ગુનાખોરીનો 50 ટકા દર પાકિસ્તાનીઓના કારણે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp