‘હમ દો અમારે તીન’: RSS ચીફ મોહન ભાગવતે જણાવ્યું- પરિવારમાં 3 બાળકો કેમ જરૂરી?

‘હમ દો અમારે તીન’: RSS ચીફ મોહન ભાગવતે જણાવ્યું- પરિવારમાં 3 બાળકો કેમ જરૂરી?

12/22/2025 National

SidhiKhabar

SidhiKhabar

‘હમ દો અમારે તીન’: RSS ચીફ મોહન ભાગવતે જણાવ્યું- પરિવારમાં 3 બાળકો કેમ જરૂરી?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે કોલકાતામાં એક પરિષદને સંબોધિત કરતા ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે લિવ-ઇન રિલેશનશિપની નિંદા કરતા પરિવાર અને લગ્નના મહત્ત્વપૂર્ણતા પર ભાર મૂક્યો અને વસ્તી નિયંત્રણ પર પણ 50 વર્ષીય દૂરંદેશી નીતિની હિમાયત કરી. તેમણે એ પણ સમજાવ્યું કે 3 બાળકો શા માટે જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત પહેલેથી જ એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ હકીકતને કોઈ બંધારણીય મંજૂરીની જરૂર નથી.

કોલકાતામાં એક વ્યાખ્યાનમાળામાં એક સત્રને સંબોધતા ભાગવતે લિવ-ઇન રિલેશનશિપની વિભાવના પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે, ‘જો તમે જવાબદારી લેવા તૈયાર નથી, તો તે યોગ્ય નથી. પરિવાર અને લગ્ન ફક્ત શારીરિક સંતોષનું સાધન નથી. તે સમાજનો એક ભાગ છે. પરિવાર એક એવી જગ્યા છે જ્યાં વ્યક્તિ સમાજમાં રહેવાનુ તે શીખે છે. તેથી, તે આપણા દેશ, સમાજ અને ધાર્મિક પરંપરાઓને સંરક્ષિત કરવાનો વિષય છે.’


‘જો ત્રણ બાળકો હોય...’

‘જો ત્રણ બાળકો હોય...’

RSSના વડાએ કહ્યું કે જો તમે લગ્ન ન કરવા માંગતા હોવ તો તે ઠીક છે. આપણે સંન્યાસી બની શકીએ છીએ, પરંતુ જો તમે તેમ નહીં કરો અને જવાબદારી ન લો, તો બધું કેવી રીતે ચાલશે?... તેમણે બાળકો વિશે સમાજમાં ચાલી રહેલી ચર્ચા પર બોલતા તેમણે કહ્યું કે દંપતીના કેટલા બાળકો હોવા જોઈએ, આ પરિવાર, પતિ-પત્ની અને સમાજનો વિષય છે. તેનો કોઈ નિશ્ચિત નિયમ નથી. મેં ડૉક્ટરો અને અન્ય લોકો સાથે વાત કરીને કેટલીક માહિતી એકત્રિત કરી છે, અને તેઓ કહે છે કે જો લગ્ન વહેલા, 19 થી 25 વર્ષની ઉંમર વચ્ચે થઇ જાય અને 3 બાળકો હોય તો માતા-પિતા અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.

તેમણે મનોવૈજ્ઞાનિક વાતનું પુનરાવર્તન કરતાનો કહ્યું, મનોવૈજ્ઞાનિકો કહે છે કે 3 બાળકો હોવાને કારણે લોકોને અહંકારનું સંચાલન શીખવામાં મદદ મળે છે. પછી, વસ્તીશાસ્ત્રીઓ કહે છે કે જો જન્મ દર ત્રણથી નીચે આવે છે, તો વસ્તી ઘટી રહી છે અને જો તે 2.1 થી નીચે જાય છે, તો તે ખતરનાક છે. હાલમાં, બિહારને કારણે જ આપણો દર 2.1 છે; અન્યથા આપણો દર 1.9 છે... આ માહિતી મને મળી છે."

તેમણે વસ્તીના ફાયદા અને ખરાબ અસરો ગણાવતા આગળ કહ્યું, "હું એક ઉપદેશક છું, અપરિણીત છું. મને આ બાબતે કંઈ ખબર નથી. મને મળેલી માહિતીના આધારે હું તમને કહી રહ્યો છું... આપણે વસ્તીનું અસરકારક રીતે સંચાલન કર્યું નથી. વસ્તી એક બોજ છે, પરંતુ તે એક સંપત્તિ પણ છે. આપણે આપણા દેશના પર્યાવરણ, માળખાગત ઢાંચા, સુવિધાઓ, મહિલાઓની સ્થિતિ, તેમના સ્વાસ્થ્ય અને દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 50 વર્ષના અંદાજ પર આધારિત નીતિ ઘડવી જોઈએ...’


ભારત એક હિન્દુ રાષ્ટ્ર

ભારત એક હિન્દુ રાષ્ટ્ર

ભાગવતે પોતાના સંબોધનમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અંગેની બહેસ પર બોલતા કહ્યું કે, "સૂર્ય પૂર્વમાં ઉગે છે; આપણે જાણતા નથી કે આ કેટલા સમયથી થઈ રહ્યું છે, તો શું તેને બંધારણીય મંજૂરીની જરૂર છે? હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે. જે કોઈ ભારતને પોતાની માતૃભૂમિ માને છે, ભારતીય સંસ્કૃતિની કદર કરે છે, જ્યાં સુધી હિન્દુસ્તાનની ભૂમિ પર એક પણ વ્યક્તિ જીવિત છે, જે ભારતીય પૂર્વજોના મહિમામાં વિશ્વાસ રાખે છે અને તેનું સન્માન કરે છે તે હિન્દુ એક રાષ્ટ્ર છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હિન્દુત્વની વિચારધારામાં દૃઢ વિશ્વાસ રાખે છે. RSSને કોઈ પરવા નથી કે ભારતીય સંસદ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કોઈ કાયદામાં સુધારો કરે છે કે નહીં.

ભાગવતે કહ્યું, "જો સંસદ ક્યારેય બંધારણમાં સુધારો કરવાનો અને તે શબ્દ ઉમેરવાનો નિર્ણય લે છે, તો અમને કોઈ વાંધો નથી કે તેઓ તે કરે કે ન કરે. આપણે હિન્દુ છીએ અને આપણું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર છે. આ સત્ય છે. જન્મ પર આધારિત જાતિ વ્યવસ્થા હિન્દુત્વની ઓળખ નથી."


કોઈ તમારો વિચાર બદલી નહીં શકે

કોઈ તમારો વિચાર બદલી નહીં શકે

લઘુમતી મુદ્દા પર પ્રકાશ પાડતા ભાગવતે કહ્યું કે RSS મુસ્લિમ વિરોધી સંગઠન નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે RSSનું કાર્ય સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવે છે અને શંકા ધરાવનાર કોઈપણ વ્યક્તિ આવીને પોતે જોઈ શકે છે. જો એવી ધારણા હોય કે અમે મુસ્લિમ વિરોધી છીએ, જેમ મેં કહ્યું- RSSનું કાર્ય પારદર્શક છે. તમે ગમે ત્યારે આવીને જાતે જોઈ શકો છો, અને જો તમને એવું કંઈક દેખાય, તો તમારો અભિપ્રાય વ્યક્ત કરો, અને જો તમે ન સમજો, તો તમારો અભિપ્રાય બદલો. RSS વિશે સમજવા માટે ઘણું બધું છે, પરંતુ જો તમે સમજવા ન માંગતા હોવ તો કોઈ તમારો વિચાર બદલી નહીં શકે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top