જમીનની 10 ફૂટ નીચે આતંકી મુઝમ્મિલે કેમ બનાવી હતી મદ્રેસા, આખરે શું હતું ઉદ્દેશ્ય? ખૂલ્યું મોટું

જમીનની 10 ફૂટ નીચે આતંકી મુઝમ્મિલે કેમ બનાવી હતી મદ્રેસા, આખરે શું હતું ઉદ્દેશ્ય? ખૂલ્યું મોટું રહસ્ય

11/26/2025 National

SidhiKhabar

SidhiKhabar

જમીનની 10 ફૂટ નીચે આતંકી મુઝમ્મિલે કેમ બનાવી હતી મદ્રેસા, આખરે શું હતું ઉદ્દેશ્ય? ખૂલ્યું મોટું

દિલ્હી બોમ્બ વિસ્ફોટથી દેશભરની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી, તેવી જ રીતે તપાસનું કેન્દ્ર હવે ફરીદાબાદમાં એક મદ્રેસા પર કેન્દ્રિત થયું છે, જેની રચના અને લોકેશન પર પ્રશ્નો ઉભા થાય છે. આ મદ્રેસા અલ-ફલાહ યુનિવર્સિટીથી લગભગ 2 કિલોમીટર દૂર 200 ગજના પ્લોટ પર બનાવવામાં આવી રહી હતી. પહેલી નજરે તેનું માળખું કોઈ ધાર્મિક શૈક્ષણિક સંસ્થા જેવું લાગતું ન હતું.


મદ્રેસા જમીનથી 10 દસ ફૂટ નીચે કેમ બનાવવામાં આવી?

મદ્રેસા જમીનથી 10 દસ ફૂટ નીચે કેમ બનાવવામાં આવી?

સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે મદ્રેસા જમીનથી લગભગ 10 ફૂટ નીચે બનાવવામાં આવી રહી હતી. જમીન નીચે તૈયાર કરવામાં આવી રહેલું આ માળખું સુરક્ષા એજન્સીઓને શંકા જગાડવા માટે પૂરતું હતું. ABP ન્યૂઝના રિપોર્ટ મુજબ, અહી 5 ફૂટ જાડી કોંક્રિટની દિવાલ હતી. આશ્ચર્યજનક વાત એ હતી કે, પંખા, સાદડીઓ અને બેઠક વ્યવસ્થા પહેલાથી જ અંદર ઉપલબ્ધ હતી, જે દર્શાવે છે કે નિર્માણાધીન મદ્રેસાની અંદર નિયમિત આવવા-જવાનું થતું હશે, પરંતુ પ્રશ્ન એ છે કે આવા અસામાન્ય માળખાનો હેતુ શું હતો?


મદ્રેસા માટે ભંડોળ કોણ પૂરું પાડતું હતું?

મદ્રેસા માટે ભંડોળ કોણ પૂરું પાડતું હતું?

મદ્રેસા મૌલવી ઇશ્તાકના નામે નોંધાયેલ હતું, પરંતુ ભંડોળ સંપૂર્ણપણે ડૉ. મુઝમ્મિલ સંભાળી રહ્યો હતો. આ ફેક્ટ તપાસને વધુ ગંભીર વળાંક આપે છે, કારણ કે દિલ્હી બોમ્બ વિસ્ફોટ મોડ્યુલના સંદર્ભમાં ડૉ. મુઝમ્મિલનું નામ સામે આવ્યું છે. આ કડી તપાસ એજન્સીઓને એવા નિષ્કર્ષ પર લઈ ગઈ છે કે આ ફક્ત શહેરમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ એક સંગઠિત મોડ્યુલ હોઈ શકે છે. તપાસ માટે એ પણ મહત્ત્વપૂર્ણ છે કે ભૂગર્ભ નિર્માણનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું, તેને કોણે ડિઝાઇન કર્યું હતું, બાંધકામ સામગ્રી ક્યાંથી આવી હતી અને આટલું મજબૂત આંતરિક માળખું કયા હેતુ માટે બનાવવામાં આવ્યું હતું. આ બધા તથ્યો એ તરફ નિર્દેશ કરે છે કે મદ્રેસા ફક્ત એક ધાર્મિક સ્થળ જ નહીં, પણ ગુપ્ત ગતિવિધિનું કેન્દ્ર પણ હતું. 24 ડિસેમ્બર, 2025ના રોજ NIAની ટીમ ખાસ સુરક્ષા હેઠળ, ડૉ. મુઝમ્મિલને લઈને ફરીદાબાદ પહોંચી. ટીમે ન માત્ર મદ્રેસાનું નિરીક્ષણ કર્યું, પરંતુ તેને અલ-ફલાહ યુનિવર્સિટી અને તે ઘર પર પણ લઈ ગયા જ્યાં તે રહેતો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top