નર્સરીમાં ભણતા બાળકને તાલિબાની સજા, લેશન ન કર્યું તો ઝાડ સાથે લટકાવી દીધો; જુઓ વીડિયો

નર્સરીમાં ભણતા બાળકને તાલિબાની સજા, લેશન ન કર્યું તો ઝાડ સાથે લટકાવી દીધો; જુઓ વીડિયો

11/26/2025 National

SidhiKhabar

SidhiKhabar

નર્સરીમાં ભણતા બાળકને તાલિબાની સજા, લેશન ન કર્યું તો ઝાડ સાથે લટકાવી દીધો; જુઓ વીડિયો

છત્તીસગઢના સૂરજપુર જિલ્લાના એક નાનકડા ગામ નારાયણપુરમાં, હંસ વાહિની વિદ્યા મંદિર નામની એક ખાનગી શાળામાં કંઈક એવું થયું, જેને જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. 4 ચાર વર્ષના નર્સરી વર્ગના વિદ્યાર્થીને તેનું હોમવર્ક પૂર્ણ ન કરવાને કારણે એટલી ભયાનક અને ક્રૂર સજા ભોગવવી પડી કે આખા વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ દુઃખની લાગણી પણ જોવા મળી રહી છે.

સોમવારે સવારે, નર્સરી વર્ગની શિક્ષિકા કાજલ સાહુ બાળકોના હોમવર્ક તપાસી રહી હતી. જ્યારે તેને ખબર પડી કે ચાર વર્ષનો બાળક તેનું હોમવર્ક લાવ્યો નથી, ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. ગુસ્સામાં તેણે બાળકને વર્ગખંડમાંથી બહાર કાઢ્યો, તેનું ટી-શર્ટ ઉતાર્યું, તેના હાથ-પગ દોરડાથી બાંધી દીધા અને તેને શાળાની અંદર એક ઝાડ પર લટકાવી દીધો.


બાળક માફી માંગતો રહ્યો.

બાળક માફી માંગતો રહ્યો.

બીજી શિક્ષિકા અનુરાધા દેવાંગન પણ નજીકમાં ઉભી હતી, પરંતુ તેણે બાળકની મદદ કરવાની વાત તો દૂર, તેને નીચે ઉતારવાનો પ્રયાસ પણ કર્યો નહીં. બાળક મોટેથી રડતો હતો, ચીસો પાડતો હતો, વારંવાર માફી માગતો હતો અને કહી રહ્યો હતો- ‘મને નીચે ઉતારી દો, હું મારું હોમવર્ક ફરી ક્યારેય નહીં ભૂલું! પરંતુ બંને શિક્ષિકાઓએ તેની એક વાત ન માની અને હસતી-હસતી વાતો કરતી રહી.

શાળાની નજીક છત પર ઉભેલા એક સ્થાનિક વ્યક્તિએ આ સમગ્ર ભયાનક દૃશ્ય પોતાના મોબાઇલ ફોન પર રેકોર્ડ કરી લીધું. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો, ત્યારે તે થોડા જ કલાકોમાં સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયો. લોકો તેણે જોઈને રડવા લાગ્યા, ગુસ્સે થવા લાગ્યા અને બધે એક અવાજ ઉઠ્યો ‘આને સજા ન કહો, આ બાળક પ્રત્યે ક્રૂરતા છે.’


પરિવારનોનો દર્દ:

પરિવારનોનો દર્દ:

જ્યારે બાળકના માતા-પિતાને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓ ભાંગી પડ્યા. તેઓ તાત્કાલિક શાળાએ દોડી ગયા અને બાળકને ઘરે લઈ ગયા. પરિવારે કહ્યું કે તેમનો બાળક હવે શાળાએ જતા ડરે ​​છે, રાત્રે ડરથી રડે છે અને વારંવાર પૂછે છે, ‘મમ્મી, મેં શું ભૂલ કરી હતી?’ તેમણે શાળા મેનેજમેન્ટ અને બે શિક્ષકો સામે ગંભીર આરોપો લગાવ્યા અને તેમની સામે શક્ય તેટલી કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી.

વીડિયો વાયરલ થયા બાદ તરત જ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું. બ્લોક શિક્ષણ અધિકારી (BEO) ડી.એસ. લાકરાએ વ્યક્તિગત રીતે શાળાની મુલાકાત લીધી, ઘટનાની તપાસ કરી અને ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સુપરત કર્યો. જિલ્લા શિક્ષણ અધિકારી અજય મિશ્રાએ પણ જણાવ્યું હતું કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. લોકોનો ભારે રોષ અને મીડિયા કવરેજ બાદ શાળા મેનેજમેન્ટ નમતું જોખ્યું. ક્લસ્ટર ઇન્ચાર્જ મનોજ યાદવે સ્થળ પર તપાસ હાથ ધરી અને સ્વીકાર્યું કે શિક્ષકોનું વર્તન સંપૂર્ણપણે અયોગ્ય અને અસ્વીકાર્ય હતું. શાળાએ જાહેરમાં માફી માગી અને તેને ગંભીર ભૂલ ગણાવી.

જ્યારે મામલો ગરમાયો ત્યારે શિક્ષિકા કાજલ સાહુનો પક્ષ જાણવા માટે તેમની સાથે વાતચીત કરવામાં આવી તો તેઓ રડી પડ્યાં. શિક્ષિકાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું- પહેલીવાર તેનાથી ભૂલ થઈ ગઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top