ચીન વિરુદ્ધ કંઈક મોટું કરવાનું છે યુરોપિયન યુનિયન! રેર અર્થ મિનરલ્સને લઈને આપી દીધી ચેતવણી
ચીન વૈશ્વિક સ્તરે રેર અર્થ મિનરલ્સનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. આ જ કારણ છે કે તે યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકાને તેમના પુરવઠા અંગે ધમકીઓ આપતું રહે છે. આ દરમિયાન, યુરોપિયન યુનિયને મંગળવારે જણાવ્યું હતું કે ચીનના પ્રતિબંધો એક કૌભાંડ જેવા છે, જે યુરોપ માટે જોખમી છે. EUના ઉપપ્રમુખ સ્ટેફન સેજોર્ને સાંસદોને સંબોધતા કહ્યું કે, યુરોપિયન દેશોએ ચીનના મહત્ત્વપૂર્ણ ખનિજો પરની તેમની નિર્ભરતા ઘટાડવા માટે તાત્કાલિક પ્રયાસોમાં ઝડપ લાવવી જોઈએ.
સ્ટેફન સેજોર્ને સંસદમાં કહ્યું કે, ‘યુરોપ માટે સમય તેની વ્યૂહરચના ઝડપી બનાવવાનો સમય આવી ગયો છે. તેણે ચીન પરની તેની નિર્ભરતા ઘટાડવા માટે તેના પ્રયાસોને બમણા કરવા જોઈએ. તેમણે યુરોપિયન દેશોને તેમની સપ્લાય ચેઇનમાં વિવિધતા લાવવાની હાકલ કરી. ચીન વૈશ્વિક રેર અર્થ માઇનિંગમાં આશરે 70 ટકા ફાળો આપે છે, જે તેને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક મહત્ત્વપૂર્ણ ખેલાડી બનાવે છે. આ અંગે સ્ટીફન સેજોર્ને જણાવ્યું હતું કે લાઇસન્સ ખૂબ જ ઓછા આપવામાં આવી રહ્યા છે, જેના કારણે ડિલિવરીમાં વિલંબ થાય છે.
તેમણે કહ્યું કે, ‘આ પ્રક્રિયામાં ઘણીવાર કંપનીઓને સંવેદનશીલ માહિતી શેર કરવાની જરૂર પડે છે. આ લાઇસન્સ ઘણીવાર વેપાર રહસ્યો ધરાવતી માહિતીના બદલામાં આપવામાં આવે છે. જો આપણે લાઇસન્સ મેળવવા માટે આપના ઉત્પાદકો પર મૂકવામાં આવેલી બધી માંગણીઓને ધ્યાનમાં લઈએ, તો આ આવશ્યકતાઓ કૌભાંડ જેવી લાગે છે. સ્ટીફન સેજોર્ને 27 દેશોના યુરોપિયન યુનિયનની ચીન પરની નિર્ભરતાને સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છે, જેનું તેઓ 3 ડિસેમ્બરે અનાવરણ કરશે.
સ્ટીફન સેજોર્ને કહ્યું કે યુરોપિયન યુનિયન અમેરિકા-ચીન વેપાર વચ્ચેના તણાવનો ભોગ બન્યું છે અને બીજિંગની નીતિઓનું નિશાન બન્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે EU ભારત સાથે મળીને એક વ્યાપક વૈશ્વિક કાર્યસૂચિ વિકસાવવાનું વિચારી રહ્યું છે. બંને પક્ષો 27 જાન્યુઆરીએ તેમના વાર્ષિક સમિટમાં મુક્ત વેપાર કરાર, સંરક્ષણ માળખા કરાર અને વ્યૂહાત્મક કાર્યસૂચિને પણ અંતિમ સ્વરૂપ આપે તેવી અપેક્ષા છે. યુરોપિયન યુનિયન ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે. નાણાકીય વર્ષ 2023-24માં બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય વેપાર US$135 બિલિયન હોવાનો અંદાજ હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp