'1 વાગ્યા સુધીમાં ખાલી કરી દેજો નહીં તો..', વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મ

'1 વાગ્યા સુધીમાં ખાલી કરી દેજો નહીં તો..', વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ

12/18/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

'1 વાગ્યા સુધીમાં ખાલી કરી દેજો નહીં તો..', વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મ

17 ડિસેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિતની 26 શાળાઓમાં ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. તો આજે વડોદરા કલેક્ટર કચેરીને બોંબની ધમકી મળી છે.


વડોદરા કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી

વડોદરા કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી

વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે. ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે, ‘1:00 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.’ આ ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ, SOG, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાલમાં કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા તપાસની કામગીરી ચાલી રહી છે. વડોદરા કલેકટર કચેરીમાં અરજદારોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે અને સમગ્ર કલેક્ટર કચેરીમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ધમકી મળતાની સાથે જ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કોઈપણ જાનહાનિ ન થાય તે માટે કચેરીના તમામ વિભાગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા તમામ કર્મચારીઓને અડધા દિવસની રજા આપી દેવામાં આવી છે અને પરિસરની બહાર મોકલી સેવામાં આવ્યા છે.  બોમ્બ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના એક-એક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.

આ ગંભીર મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચ પણ એક્ટિવ થઈ છે. ઈ-મેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તેની તપાસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી કરવામાં આવી રહી છે. કોઈએ તોફાન કરવા માટે કે જાણીજોઈને ભય ફેલાવવા માટે આ કૃત્ય કર્યું છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, બપોરે 1:00 વાગ્યાના સમયને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાનીપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી તપાસ દરમિયાન પરિસરમાંથી કોઈ આપત્તિજનક કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. તેમ છતાં, સુરક્ષાના કારણોસર હજુ પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે.


ગઇકાલે 26 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલી

ગઇકાલે 26 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલી

17 ડિસેમ્બરને બુધવારે અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાં તપાસ પૂર્ણ કરાઈ છે અને કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ મળી નથી. ઉલ્લેખનીય છે કે ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી.

અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેલમાં બપોરે 01:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ઈ-મેલમાં ‘અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું હતું. સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી આપવામાં આવી હતી


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top