Gujarat: યુવકે ટ્રકના પાછળના પૈડાં આગળ ઝંપલાવીને કરી આત્મહત્યા
Young Man Commits Suicide: ગુજરાત સહિત દેશમાં સતત આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. આત્મહત્યા કરવાના અનેક કારણો હોય છે. કોઈ પોતાની જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરી લે છે, તો કોઈક આર્થિક તંગીથી કંટાળીને. કોઈ વળી કોઈના અત્યાચારથી કંટાળીને આત્મહત્યા કરી લે છે તો કોઈક પોતિકાના દગાથી હેરાન-પરેશાન થઈને આત્મહત્યા કરી લે છે. જાણે કે હવે લોકોમાં વધારે સહનશક્તિ બચી નથી, નાની-નાની વાતે પણ આત્મહત્યા કરી લે છે. અમદાવાદથી આત્મહત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે ટ્રકના પાછળના વ્હીલ્સ આગળ ઝંપલાનીને આત્મહત્યા કરી લીધી.
આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થઈ ગયું. આ મામલે હવે ઓઢવ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નિકોલ વિસ્તારમાં વહેલી સવારે પામ હૉટલ પાસે વાહનોની અવરજવર થઈ રહી હતી, ત્યારે લગભગ 35 વર્ષીય અજાણ્યો યુવક ત્યાં પહોંચે છે, ટ્રક ઊભી હોય છે અને પછી ડ્રાઈવર જેવો જ ટ્રક ચાલુ કરીને લઈ જવા લાગે છે કે તરત જ ટ્રકના પાછળના વ્હીલ્સ આગળ સૂઈ જાય છે અને પછી જોત જોતામાં ટ્રક તેની ઉપરથી પસાર થઈ જાય છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં યુવકે જ આત્મહત્યા કરી હોવાનું જોવા મળી રહ્યું છે.
આ ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ઓઢવ પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઓઢવના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી.એન ઝિંઝુવાડીયાએ કહ્યું કે, મૃતક અજાણ્યો યુવક છે. તેની હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી. યુવકના ખિસ્સામાંથી પણ કોઈ સ્યૂસાઇડ નોટ કે કોઈ અન્ય વસ્તુ મળી નથી. યુવકની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp