ભારતીય ટીમે ફરી એકવાર મોહસીન નકવીને અવગણ્યો, ફાઈનલમાં PCB ચીફ પાસેથી મેડલ ન સ્વીકાર્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે ક્રિકેટ મેચ રમાઈ રહી હોય, પરંતુ સંબંધો એટલા જ તણાવપૂર્ણ રહ્યા છે. થોડા મહિના પહેલા સીનિયર મેન્સ એશિયા કપ 2025 દરમિયાન, બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી, અને ત્રણેયમાં અથડામણ થયા અને કંઇક ને કંઇક નાટક જોવા મળ્યું હતું. પછી ફાઇનલ જીત્યા બાદ, ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધોહ હતો. આ વલણ અંડર-19 એશિયા કપ 2025માં પણ ચાલુ રહ્યું અને ટાઇટલ ગુમાવવા છતા ભારતીય ખેલાડીઓએ નકવીને અવગણ્યો અને બીજા અધિકારી પાસેથી પોતાના મેડલ સ્વીકાર્યા.
અંડર-19 એશિયા કપની ફાઇનલ 21 ડિસેમ્બર, રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે 347 રન બનાવ્યા. આ હાઇ સ્કોર જોતા, પાકિસ્તાન બોર્ડના ચીફ નકવીએ અચાનક દુબઈ પહોંચવાનું નક્કી કર્યું, જ્યાં ટૂર્નામેન્ટ રમાઈ રહી હતી. નકવી હાલમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલનો પ્રમુખ પણ છે. એવામાં તે ફાઇનલ ફરી એક વાર ટ્રોફી અને મેડલ આપવા દુબઈ પહોંચી ગયો.
ફાઇનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો, એટલે ટ્રોફી આપવાને લગતો કોઈ વિવાદ નહોતો, જેમ કે સીનિયર એશિયા કપમાં થયો હતો. જોકે, ભારતીય ટીમના બધા ખેલાડીઓને રનર-અપ મેડલ એનાયત કરવાના હતા. પરંતુ, ભારતીય ટીમે તે સ્ટેજ પર જઇને મેડલ લેવાનો ઇનકાર કર્યો હતો જ્યાં નકવી ટ્રોફી સાથે ઉભો હતો. ભારતીય ખેલાડીઓએ સ્ટેજની બાજુમાં જ જઇને પોતાના મેડલ લીધા હતા, જે તેમને ICC અધિકારી દ્વારા આપવામાં આવ્યા હતા. એકંદરે, ભારતીય ટીમે નકવી સાથે સ્ટેજ શેર ન કરવાનું પોતાનું વલણ જાળવી રાખ્યું હતું અને પોતાનું વલણ બદલ્યું નહીં.
ભારતીય ટીમે એશિયા કપ 2025 જીત્યો હતો, પરંતુ જ્યારે ટ્રોફી સ્વીકારવાની વાત આવી ત્યારે ભારતીય ટીમે નકવી પાસેથી તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હકીકતમાં, નકવી માત્ર ACC અને PCBના પ્રમુખ જ નહી, પરંતુ પાકિસ્તાન સરકારમાં એક મહત્ત્વપૂર્ણ મંત્રી પણ છે. તેણે ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ દરમિયાન અને ફરીથી એશિયા કપ દરમિયાન ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા. તેના વિરોધમાં ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, નકવીએ બેશરમી બતાવતા ટ્રોફી પોતાના હાથે આપવાની જિદ કરવા લાગ્યો અને પછી તેને પોતાની હોટલમાં લઈને જતો રહ્યો હતો. ત્યારથી ભારતીય ટીમને ટ્રોફી મળી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp