બિહારમાં લોકપ્રિય થઈ રહેલા ચિરાગ પાસવાને બોલીવુડમાં કરી હતી કરિયરની શરૂઆત, એ ફિલ્મની અભિનેત્રી સાથે આજે લોકસભાના પ્રતિનિધિ!
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિએ 19 સીટો જીતી કમાલ કર્યો છે. બિહાર ચૂંટણીના પરિણામમાં ચિરાગની આ જીતે એનડીએની સીટો 200ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પહેલા લોકસભા ચૂંટણીમાં પણ ચિરાગની પાર્ટીએ સારૂ પ્રદર્શન કર્યું હતું. પરંતુ એક માહિતી મુજબ ચિરાગ પાસવાન નેતા બન્યા પહેલા અભિનેતા બનવા ઈચ્છતો હતો. અને ચિરાગે કંગના રનૌતની સાથે બોલીવુડમાં પર્દાપણ પણ કર્યું હતું. 2011માં બંનેની એક ફિલ્મ પણ રિલીઝ થઈ હતી.
ચિરાગ પાસવાને રાજનેતા બનતા પહેલા અભિનયની દુનિયામાં કરિયર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ચિરાગે 2011માં ફિલ્મ 'મિલે ના મિલે હમ'થી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. આ ફિલ્મમાં ચિરાગ અભિનેત્રી તરીકે કંગના રનૌત સાથે લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન તનવીર ખાને કર્યુ હતું. જ્યારે ટીવી એક્ટર અનુજ સક્સેનાએ તેને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં કંગનાએ એક ટેનિસ પ્લેયરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થયા બાદ ચિરાગ પાસવાને બોલીવુડ છોડી રાજનીતિમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ પ્રચંડ જીત મેળવી જેમાં ચિરાગની પાર્ટીના 19 નેતા ધારાસભ્ય બન્યા છે. જ્યાં થોડા સમય પહેલા લોકસભા જીતીને કેન્દ્રમાં મંત્રી બનેલા ચિરાગ પાસવાન હવે બિહારના લોકોના દિલમાં જગ્યા બનાવી રહ્યાં છે. જો કે હવે કંગના રનૌત અને ચિરાગ પાસવાન બંને લોકસભા સાંસદ છે. એક સમયે સાથે ફિલ્મ કરનાર બંને હવે લોકસભામાં જનતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. કંગના રનૌત હિમાચલ પ્રદેશ તો ચિરાગ પાસવાન બિહારથી લોકસભા સાંસદ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp